પાંચ મહિનાથી તૈયાર જમાલપુર ફાયર સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યારે?

અમદાવાદ: સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર સામેના જમાલપુર ફાયર સ્ટેશનના નવીનીકરણનું કામ પણ તંત્ર અને કોન્ટ્રાક્ટરની ‘મિલીભગત’ મ્યુનિસિપલ તંત્રના કારણે ચર્ચાસ્પદ બન્યું છે. આ ફાયર સ્ટેશનનું ખામીયુક્ત ડિઝાઇનથી છેલ્લા પાંચ મહિનાથી લોકાર્પણ થઇ શકયું નથી.

ચાર માળના નવીન બિલ્ડિંગમાં સ્ટેશન ઓફિસર સહિતના સ્ટાફ માટે ૪૬ ક્વાર્ટર્સ બનાવાયાં છે, જોકે અગમ્ય કારણસર ફાયરની ગાડીની અવરજવર માટે બનાવાયેલા રેમ્પ તૂટી જવાથી હાઉસિંગ પ્રોજેક્ટની કામગીરી સામે આંગળી ચિંધાઇ હતી. નવા બિલ્ડિંગમાં કમ્પાઉન્ડ વોલ પણ ઊભી કરાઇ નથી. તંત્રમાં નવો રેમ્પ તૈયાર કરવા દોડધામ મચી છે.

કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટની ગુનાઇત બેદરકારીને ઢાંકવાના પ્રયાસ કરતા સત્તાવાળાઓ સામે આર્થિક કૌભાંડના આક્ષેપ પણ ઊઠ્યા છે. જાણકાર સૂત્રો કહે છે, હજુ ફર્નિચરનું કામ થયું નથી. લાઇટિંગના કામમાં પણ વિશેષ પ્રગતિ કરાઇ નથી.

You might also like