હિટ ગઈ તો બોલિવૂડની નજર મારા પર પડીઃ નુસરત

૧૨ વર્ષથી બોલિવૂડમાં જગ્યા બનાવવા માટે સ્ટ્રગલ કરી રહેલી નુસરત ભરૂચાને ફિલ્મની સફળતાનો લાભ હવે મળવા લાગ્યો છે. પહેલાં ‘પ્યાર કા પંચનામા’ અને ત્યારબાદ ‘સોનુ કે ટિટુ કી સ્વીટી’ની સુપર સફળતાએ નુસરતને નવો ઉત્સાહ આપ્યો છે. તે ફિલ્મ ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થઇ હતી.

વચ્ચેના સમયમાં નુસરતે સાઉથની ફિલ્મો કરી. તે કહે છે કે મને મારી ટેલેન્ટ પર ભરોસો હતો. મને ગંભીરતાથી કામ કરવાનું આવડે છે અને હું ભરપૂર મહેનત કરવાનું પણ જાણું છું. તેથી જ્યારે મને મુંબઇમાં કામ મળતું ન હતું ત્યારે હું સાઉથમાં ગઇ અને ત્યાં મેં બે ફિલ્મો કરી. મારી પાસે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ ન હતું. સંયોગથી બંને ફિલ્મો હિટ રહી તો બોલિવૂડની નજર પણ મારા પર પડી. અહીં મને કામ મળવા લાગ્યું તો ફિલગુડ ફેક્ટર આવ્યું.

‘સોનુ કે ટિટુ કી સ્વીટી’એ તેના ખર્ચ કરતાં ૩૨૦ ગણી વધુ કમાણી કરી. આ કારણે તે વર્ષની સૌથી ધમાકેદાર સરપ્રાઇઝ હિટ સાબિત થઇ. તે ૨૦૧૮ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. નુસરત કહે છે કે મારી કરિયરમાં આટલી જલદી ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થવાના કારણે હું ખૂબ જ ખુશ છું.

અમે તો નોર્મલ રીતે ફિલ્મ બનાવતાં હતાં. કોઇએ વિચાર્યું ન હતું કે આ ફિલ્મ ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થઇ જશે. ઇન્ડસ્ટ્રીના જે લોકો ટ્રેન્ડના હતા તેમને પણ અમારી ફિલ્મ ગમી. અમારી ફિલ્મની એટલી ચર્ચા થઇ કે અમને આ વાત સારી લાગી. તેનું પરિણામ એ આવ્યું કે આજે હું અહીં કંગના રાણાવત અને રાજકુમાર રાવ સાથે ‘મેન્ટલ હૈ ક્યા’ જેવી ફિલ્મ કરી રહી છું. મારા હાથમાં ‘તુર્રમખાન’ જેવી ફિલ્મ પણ છે. •

You might also like