અભિનેત્રીએ પોતાનો વિરોધ દર્શાવવા બ્રા ઉતારીને પાડી સેલ્ફી

મુંબઇ : પોતાની વાતની રજુઆત કરવા માટેની દરેકની એક અલગ પદ્ધતી હોય છે. બોલિવૂડ અભિનેત્રી પ્રિયા મલિકે પોતાનો રોષ પ્રગટ કરવા માટે પોતાની જાતને બ્રા રહિત કરી દીધી હતી. જી હાં પ્રિયા મલિકને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ પર ગુસ્સો આવ્યો હતો. જો કે બોર્ડે પ્રિયા મલિકનું કાંઇ નુકસાન નથી કર્યું. પરંતુ બોર્ડે બાર બાર દેખોનાં એક કટમાં બ્રા નહી દેખાડવા માટેની સલાહ આપી હતી.

Jatt
(પ્રિયા મલિકે પોસ્ટ કરેલી પોતાની તસ્વીર)

બોર્ડની સલાહ દાવાનળની જેમ ફેલાઇ ગઇ હતી. સોશ્યલ મીડિયા પર પણ બોર્ડની સલાહની ભારે મજાક ઉડવા લાગી અને ટીકા થવા લાગી હતી. જો કે પ્રિયામલિકે પોતાનો વિરોધ નોંધાવવા માટે બ્રા રહિત સેલ્ફી પાડી હતી. બ્રા નહી દેખાડવા માટેની સલાહ માની અને બ્રા રહિત સેલ્ફી પાડી હતી.

પ્રિયા મલિકે પોતાનાં સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક તસ્વીર અપલોડ કરી હતી. આ તસ્વીરમાં પ્રિયંકા મલિક બ્રા વગર જ ટોપ પહેરીને સેલ્ફી લેતી જોઇ શકાય છે. ઉપરાંત પોતાની બ્રા પાછળ હેંગરમાં લટકી રહી છે. કેપ્શન તરીકે પ્રિયા મલિકે ધ ફ્રી નિપ્પલ હેશટેગ બનાવ્યો હતો. પ્રિયા મલિકે એક અન્ય પોસ્ટમાં લખ્યું કે સેંસર બોર્ડ ઇચ્છે છે કે કેટરિનાએ જે સિનમાં બ્રા પહેરી છે તે સીન હટાવી દેવામાં આવે. કદાચ અમારા ઇનર વેર સંસ્કારી નથી માટે તેને હટાવી દેવા જ યોગ્ય છે.

You might also like