ઘઉંના મોમોઝ

સામગ્રીઃ

1 કપ ઘઉંનો લોટ

½ કપ સમારેલી બ્રોકોલી (ગરમ પાણીમાં સફા કરવી અથવા તો કોબીચ પણ લઇ શકાય)

1 કપ ડુંગળી (સમારેલી)

2 લીલા મરચા (કટ કરેલા)

½ ઝીણું સમારેલું ગાજર

½ કપ ઝીણું સમારેલું કેપ્સીકમ

1 નાની ચમચી લસણ

1 ચમચી આદુની પેસ્ટ

½ ચમચી કાળા મરી

થોડી ખાંડ

મીંઠુ સ્વાદ અનુસાર

એક ચમચી તેલ

મોમોઝ વણવા માટે કોરો લોટ

બનાવવાની રીતઃ એક પેનમાં થોડુ તેલ લઇ તેમાં લસણ સાંતળો. ત્યાર બાદ તેમાં બધા જ શાકભાજી એડ કરી હળવા હાથે હલાવો. જ્યારે તે થોડા નરમ પડે ત્યારે તેમાં થોડી ખાંડ અને મીંઠુ એડ કરી બે મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. હવે ઘઉંના લોટમાંથી નરમ કણક બાંધો. લોટના લૂવા પાડી પાતળી પૂરી વણી લો. તેમાં પૂરણ એડ કરી અને કિનારો પર થોડુ પાણી લગાવીને મોમોઝની રીતે તેને સીલ કરી દો. હવે સ્ટિમરમાં પાણી ગરમ કરો અને મોમોઝને 10-15 મિનિટ માટે ચડવા દો. હવે તેને વ્હાઇટ સોસ કે રેડ સોસ સાથે સર્વ કરો.

You might also like