શ્રીજીને ધરાવો ઘઉંની ખીર

સામગ્રીઃ

21/2 કપ ઘઉંના ફાળા

5 કપ દૂધ

150 ગ્રામ ગોળ

21/2 કપ ઘી

4 ચમચી છીણેલું નારિયેળ

1 ચમચી ઇલાયચી પાવડર

¼ કપ સૂકા મેવા

10 નંગ કિશમિશ

બનાવવાની રીતેઃ સૌથી પહેલાં ઘઉંના ફાળાને એક રાત પલાડી રાખો અને સવારે તેને સાફ કપડા પર પાથરી દો. હવે એક પેનમાં ઘી ગરમ કરો તેમાં ઘઉંના ફાળા એડ કરીને 10 મિનિટ તેને ચડાવો. ત્યાર બાદ તેમાં ગોળ, દૂધ અને છીણેલું નારિયેળ એડ કરો. જો મિશ્રણ વધારે ઘટ્ટ લાગે તો તેમાં થોડુ દૂધ એડ કરવું. હવે ખીરમાં ઇલાચયી પાવડર એડ કરી ધીમી આંચ પર ખીર થવા દો. ખીર તૈયાર થઇ જાય ત્યાર બાદ તેમાં સૂકા મેવા અને કિશમિશ એડ કરીને ગરમા ગરમ પ્રસાદી શ્રીજીને ધરાવો.

You might also like