ઘઉંની આવક ઊંચી છતાં ભાવ સ્થિર

અમદાવાદ: સ્થાનિક બજારમાં ગરમી પડવાની સાથે જ ઘઉંની આવક ધીમે ધીમે વધી રહી છે. વધતી આવકને લઇને ઘઉંના ભાવ ઘટે તેવી સ્થાનિક વેપારીઓમાં આશા હતી, પરંતુ આ આશા ઠગારી નીવડી છે અને ભાવ ઊંચા મથાળે ટકેલા જોવા મળ્યા છે. સ્થાનિક બજારમાં ૩૫૦૦થી ૪૦૦૦ રૂપિયાની વચ્ચે મીડિયમ ક્વોલિટીના ઘઉંનો ભાવ જોવા મળી રહ્યો છે.

ચણામાં તેજી આગળ વધી
વાયદા બજારમાં આગઝતરી તેજીના પગલે સ્થાનિક હાજર બજારમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. પ્રતિકિલોએ ૭૫ની સપાટી ક્રોસ કરી દીધી છે. કાબુલી ચણાનો પણ ૧૧૦ રૂપિયાની ઉપર ભાવ જોવા મળી રહ્યો છે.

દિવેલમાં મંદીનો ટ્રેન્ડ
ચાલુ સિઝનમાં રાજ્યમાં દિવેલના ઊંચા પાકને લઇને વધતી આવક વચ્ચે પાછલા વર્ષની સરખામણીમાં દિવલના ભાવ ૧૫ કિલોએ ૨૦૦થી ૨૨૫ રૂપિયા નીચા જોવા મળી રહ્યા છે. હાલ ૧૧૦૦ની સપાટીએ ભાવ જોવાયો છે.

You might also like