સ્ટોરી ફીચર બાદ આવ્યું WhatsApp નું નવું ફીચર, આપશે ચેટની સંપૂર્ણ જાણકારી

હાલમાં દેશભરમાં સૌથી વધુ ચેટિંગ માટે ઉપયોગ થતી એપ્લીકેશ whatsapp છે. whatsapp માં સમયાંતરે નવા નવા ફીચર્સ આવતાં રહે છે. જેનાથી ગ્રાહકો લાભ ઉઠાવી શકે છે. ઓડિયો કોલ, વિડિયો કોલ, એક સાથે 30 ફોટો સેન્ડ કરી શકાય, તાજેતરમાં જ whatsapp એ સ્ટોરી ફીચરનું નવું ફીચર અપડેટ કર્યું છે. દુનિયાભરમાં લગભગ 1 બિલીયનથી વધુ યૂઝર એક્ટિવ છે અને 42 બિલીયનથી વધુ મેસેજ દરરોજ સેન્ડ થાય છે. હવે એપને વધુ પૉપ્યુલર બનાવવા માટે કંપની એક નવું ફીચર એડ કરવા જઈ રહ્યું છે. જે વ્હોટ્સએપનાં બીટા વર્ઝનમાં આવી શકે છે.

Whatsapp એ હાલમાં જ સ્ટેટ્સ ફીચરની શરૂઆત કરી છે. ત્યાર બાદ હવે એક નવું ફીચર સામે આવી રહ્યું છે, જેના ટેસ્ટીંગ હેઠળ હવે ચેટની ડીટેલ્સમાં પહેલાથી વધારે ઇન્ફોર્મેશન આપવામાં આવશે. હાલમાં તેને Windows વ્હોટ્સએપનાં બીટા વર્ઝન માટે જ આપવામાં આવ્યું છે, જેનું વર્ઝન ૨.૧૭.૮૬ છે.

કોઈ પણ ચેટની જાણકારી પહેલાથી વધારે શ્રેષ્ઠ રીતે મળશે. કોઈ ચેટ દરમિયાન ચેટનાં ફોટોઝ, GIF, ટેક્સ્ટ અને વિડિયોઝ મોકલવામાં આવ્યા છે. તે પણ જાણવા મળશે. તે સિવાય તે પણ જાણકારી મળશે કે, કઈ ચેટ વધારે સ્પેસ લઇ રહ્યા છો અને કઈ ચેટ સૌથી ઓછુ સ્ટોરેજ લઇ રહ્યું છે.

Whatsapp ના નવા ચેન્જલોગમાં કહેવામાં આવ્યું છે કે, ‘કોઈ એક ચેટ પર ક્લિક કરીને વધારે જાણકારી મેળવી શકાય છે. સાઈઝ નામનાં એક ખાસ ટેબમાં એવી જાણકારી હશે. જેમાં ઈમેજની સાઈઝના હિસાબે જાણકારીઓ હશે.’

હાલમાં આ ફીચર્સ માત્ર બીટા ટેસ્ટર્સ માટે છે. હાલમાં જ કંપનીનાં સીઈઓએ કહ્યું છે કે, આ વર્ષે વ્હોટ્સએપ મીડિયા એટલે કે, ઈમેજ સાથે જોડાયેલ ફીચર્સ પર વધારે ધ્યાન આપશે. તેથી જ સંભવ છે કે આ ફીચર સાથે કેટલાક નવા ફીચર પણ અપડેટમાં જોડાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, વ્હોટ્સએપ પણ જલ્દી જ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાની સર્વિસ લઈને આવી રહી છે. કંપનીનાં કો-ફાઉન્ડર બ્રાયન એક્ટને કહ્યું છે કે, તેમની કંપની વધારે લાભનો કારોબાર માનવામાં આવતા ડીજીટલ પેમેન્ટ સેગ્મેન્ટમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તેઓએ વ્હોટ્સએપનાં ૮ વર્ષ પૂરા થવાના મોકા પર આ વાત કહી હતી.

તેમજ કેટલાક યૂઝર્સને વ્હોટ્સઅપનું આ ઇન્સ્ટાગ્રામ ‘સ્ટોરી’ જેવું સ્ટેટ્સ ફીચર પસંદ નથી આવી રહ્યું. તેથી ચર્ચા છે કે, વ્હોટ્સએપ પોતાનું જુનું સ્ટેટ્સ ફીચર પરત લાવી રહ્યું છે. જ્યાં પહેલાની જેમ યૂઝર્સ પોતાનું ટેક્સ્ટ સ્ટેટ્સ રાખી શકતા હતા. પરંતુ તેને નવા નામ સાથે રીલોન્ચ કરવામાં આવશે. ખબરોનું માનીએ તો તેને કંપની Tagline નામથી પરત લાવી શકે છે.

http://sambhaavnews.com/

You might also like