આ રીતે કરો વોટ્સ અપ પર વીડિયો કોલિંગ

નવી દિલ્હી: ગત મહિને એક રિપોર્ટ દ્વારા આ વાત સામે હતી કે વોટ્સ એપ વીડિયો કોલિંગની ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે કંપની દ્વારા વીડિયો કોલિંગની કોઇ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. તમને જણાવી દઇએ કે વોટ્સ એપના વીડિયો કોલિંગ ફીચર્સને તેનું ‘મચ અવેટેડ ફીચર્સ’ ગણવામાં આવી રહ્યું છે.

હાલમાં જ્યાં સુધી વોટ્સ એપના વીડિયો કોલિંગ ફીચર ન આવે ત્યાં સુધી તમે આ રીતે આ એપના માધ્યમથી વીડિયો કોલિંગ કરી શકો છો.

તેના માટે એક થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો પડશે. જો કે પ્લે સ્ટોરમાં ઘણી એપ છે જે વોટ્સ એપમાં વીડિયો કોલિંગનો દાવો કરે છે પરંતુ તેમાંથી મોટાભાગની ફેક છે. અમે તમને એક એવી એપ વિશે જણાવીશું જેના માધ્યમથી વોટ્સ એપ યૂઝ કરીને વીડિયો કોલિંગ કરી શકાય છે.

Booyah એક એવી એપ્સ છે જેને વોટ્સ એપમાં એડ કરીને તમે વીડિયો કોલ કરી શકો છો. પરંતુ ધ્યાન રહે આ એપના વીડિયો કોન્ફ્રેંસિંગ ફિચરને યૂજ કરવા માટે રિસીવરના સ્માર્ટફોનમાં પણ આ ઇન્સ્ટોલ હોવી જરૂરી છે.

આ રીતે કરો વીડિયો કોલ
સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર પરથી Booyah એપ ડાઉનલોડ કરો જે બિલકુલ ફ્રી છે. ત્યારબાદ જેને તમારે વીડિયો કોલ કરવો છે તેને ઇન્વિટેશન મોકલો. ઇન્વિટેશન વોટ્સ એપના માધ્યમથી જશે જેમાં એક લિંક જોવા મળશે. આ લિંકને ક્લિક કરતાં જ વીડિયો કોલિંગ શરૂ થઇ જશે.

જો સામેવાળા યૂજરના સ્માર્ટફોનમાં Booyah એપ નથી તો આ લિંક સીધી ગૂગલ પ્લે સ્ટોર સુધી લઇ જશે જ્યાંથી એપ ડાઉનલોડ કરી શકાય છે. તેની ખાસિયત એ છે કે આનાથી ફક્ત વોટ્સ એપ કોન્ટેક્ટને વીડિયો કોલિંગની ઇન્વિટેશન મોકલી શકાય છે. સાથે જ તેના માધ્યમથી ગ્રુપ કોલિંગ પણ કરી શકાય છે. તમને જણાવી દઇએ કે તેમાં યૂજર્સને લિંક મોકલવામાં આવે છે જેથી તે વીડિયો કોલમાં એડ થાય છે. આ એપ પહેલાં iOS યૂજર્સ માટે હતી પરંતુ હવે તેને પબ્લિશરે તેને એન્ડ્રોઇડ માટે પણ લોન્ચ કરી છે.

You might also like