કાશ્મીરમાં 300 પથ્થરબાજ વોટ્સઅપ ગ્રૂપ, સખ્તી બાદ મોટાભાગના બંધ

જમ્મુઃ ધર્ષણના સ્થળો પર સુરક્ષા દળની કાર્યવાહીને અસર પહોંચાડવા માટે કાશ્મીરમાં 300થી વધારે વોટ્સઅપ ગ્રૂપ એક્ટિવ છે. જેમાંથી હાલ 90 ટકા બંધ થઇ ગયા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ 300 વોટ્સઅપ ગ્રૂપમાં અંદાજે 250 સભ્યો હતા. અધિકારીએ જણાવ્યું છે કે પથ્થરબાજી કરનારા લોકો ધર્ષણના સ્થળ પર સુરક્ષા દળોને અસર પહોંચાડવા માટે આ રીતના ગ્રૂપનો ઉપયોગ કરીને ઉપદ્રવ ફેલાવતા હતા. પોલીસ દ્વારા આવા ગ્રૂપ અને ગ્રૂપ એડમિનની ઓળખ હાથ ધરવામાં આવી છે. જેને હાલ પોલીસ કાઉન્સિલિંગ માટે બોલાવી રહી છે.

છેલ્લાં ત્રણ સપ્તાહમાં આ વોટ્સએપ ગ્રૂપમાં 90 ટકાથી વધારે બંધ થઇ ગયા છે. તેમણે કહ્યું કે ઇન્ટરનેટ સેવા બંધ કરવાની સરકારની નીતિથી ધર્ષણ દરમ્યાન પથ્થરબાજી રોકવા પર સકારાત્મક અસર જોવા મળી રહી છે. ગઇ કાલે બડગામમાં ધર્ષણ થયું હતું. જેમાં બે આતંકી માર્યા ગયા હતા. આ સમયે પથ્થરબાજી કરતા કેલાક યુવાનો જ દેખાયા હતા.

http://sambhaavnews.com

You might also like