31 ડિસેમ્બર પછી આ સ્માર્ટફોનમાં બંધ થઇ જશે વોટ્સએપ

જો તમે નોકિયા કે બ્લેકરેની ફોનનો ઉપયોગ કરી રહ્યા હોવ તો ખુશીના સમાચાર છે. જાણીતા ઇન્ટરનેટ મેસેજિંગ એપ વોટ્સએપએ જૂના નોકિયા અને બ્લોકબેરી માટે પોતાની સપોર્ટ અવધી વધારી છે. કંપનીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે 31 ડિસેમ્બર પછી નોકિયા અને બ્લેકબેરીના સ્માર્ટફોનમાં વોટ્સએપ સપોર્ટ બંધ થઇ જશે. આ સાથે જ અન્ય કેટલાક સ્માર્ટફોનમાં પણ 31 ડિસેમ્બર પછી વોટ્સએપનો સપોર્ટ બંધ થઇ જશે.

ફેસબુકની સહયોગી કંપની વોટ્સએપે બ્લોગ દ્વારા માહિતી આપી છે કે અમે જલ્દી જ ડિવાઇસમાંથી વોટ્સએપ સપોર્ટ બંધ કરવાના છીએ. 30 જૂન 2017થી બ્લેકબેરી ઓએસ, બ્લેકબેરી 10, નોકિયા એસ 40 અને નોકિયા સૈબિયન એસ 60માંથી  સપોર્ટ બંધ કરી દેવામાં આવશે.

સપોર્ટ બંધ કરવા અંગે જણાવ્યું છે કે હવે જૂની ઓપરેટિંગ સિસ્ટમમાં તે ક્વોલિટી નથી. જે વોટ્સએપ માટે જરૂરી હોય છે. કંપનીની લોકોને સલાહ છે કે નવા વર્ઝનની ઓપરેટિંગ સિસ્ટમ વાળા સ્માર્ટ ફોનની ખરીદી કરે. જો કે એનરોઇડ 2.1, 2.2 અને વિન્ડોઝ 7 સ્માર્ટ ફોનમાં 31 ડિસેમ્બર બાદથી વોટ્એપનો સપોર્ટ બંધ થઇ જશે. આ સિવાય વોટ્સએપ iPhone 3GS  અને iOS6માં પણ નહીં ચાલે વોટ્સએપ.

visit: sambhaavnews.com

You might also like