વોટ્સએપની ચેટ હિસ્ટ્રી ડિલીટ કરી વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ લીધો

અમદાવાદઃ અમદાવાદના ઠક્કરબાપાનગરમાં તા. 14 જૂનના રોજ મોડી રાત્રે 17 વર્ષીય વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. કૃષ્ણનગર પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કરીને વિદ્યાર્થીના મોતનું સાચું કારણ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

પ્રાપ્ત મહિતી અનુસાર ઠક્કરનગર પાસે આવેલી રામેશ્વરની સોસાયટીમાં રહેતો 17 વર્ષીય કમલ રજનીકાંતભાઇ અંટારાએ તા. 14 જૂનના રોજ તેના ઘરે ફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. પોલીસ પાસેથી મળેલી વિગત અનુસાર કમલ ધો. ૧૨ કોમર્સમાં સારા રિઝલ્ટ સાથે પાસ થયો છે. દરરોજ કમલ રાત્રે જમીને ૧૦.૦૦થી ૧૨.૦૦ વાગ્યા સુધી અભ્યાસ કરે છે. આ સમય દરમિયાન તેનો પરિવાર ધાબા પર સૂવા જાય છે. બનાવના દિવસે મોડી રાત્રે કમલનાં દાદી પાણી પીવા માટે નીચે આવતાં કમલને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો.

કમલને પંખે લટકતો જોઇને તેના પિતાએ તરત જ પોલીસને જાણ કરી હતી. કૃષ્ણનગર પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર કમલ ભણવામાં હોશિયાર છે. આત્મહત્યાનું કારણ ભણતર નહીં, પરંતુ અન્ય કોઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કમલનો મોબાઈલ તપાસ્યો ત્યારે કમલે મરતાં પહેલાં તેના મોબાઈલમાં વોટ્સઅેપની ચેટ િહસ્ટ્રી ડિલીટ કરી દીધી હતી.

You might also like