વોટ્સઅપનું નવું ફિચર ‘ક્વિક કોટ મેસેજ’

નવી દિલ્હી: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સઅપનું એક નવું અપડેટ આવ્યું છે. આ અપડેટ હેઠળ કોઇ મેસેજને ‘કોટ’ કરીને મોકલી શકાય છે. એટલે કોટ કરેલા મેસેજની સાઇટમાં એક લાઇન જોવા મળશે જે તેને બીજા મેસેજથી અલગ કરશે.

આ ફિચર્સ સિંગલ યૂજર અને ગ્રુપ ચેટ પર ઉપલબ્ધ હશે. મેસેજ પર લોન્ગ પ્રેસ કરવાથી એક મેન્યુ દેખશે જેમાં કેટલાક ઓપ્શન જોવા મળશે. તેને કોપી, ડિલીટ અને ઓલ્ડર ફોર્વર્ડ જેવા ફિચર સામેલ છે.

અ ફિચરનો યૂઝ કોઇ જૂના મેસેજને મોકલવામાં કરી શકાય છે. આ ઉપરાંત આ બીજા મેસેજ કોપી કરીને મોકલવા માટે કામ આવશે. કારણ કે અત્યારે કોપી પેસ્ટ કરેલા મેસેજ અને લખીને મોકલેલા મેસેજમાં કોઇ ફરક હોતો નથી.

ઘણા લોકો માટે આ ફિચર એકદમ ફાયદાકારક છે, પરંતુ હજુ તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન સ્માર્ટફોઅનમાં આવવાને થોડો સમય લાગશે. હાલમાં તેનું બીટા ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. એટલે કે બીજા વર્જનમાં આ ફિચર ઉપલબ્ધ હશે.

You might also like