હવે whatsapp પર સરળતાથી ટ્રાન્સફર કરી શકશો પૈસા

નવી દિલ્હી: ભારતમાં ઝડપથી ફેલાઇ રહેલું whatsapp જલ્દીથી પેમેન્ટ સર્વિસ લોન્ચ કરી શકે છે. જો એવું થાય છે તો તમે whatsapp દ્વારા પૈસા મોકલી શકશો અને પેમેન્ટ પણ કરી શકશો. નોટબંધી બાદ દેશમાં વધતા ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને જોતાં whatsapp પેમેન્ટ વિકલ્પ આપી શકે છે.

એક વેબસાઇટમાં પબ્લિશ થયેલા રિપોર્ટ અનુસાર whatsapp, જેની ભારતમાં કોઇ અલગ ટીમ નથી એ ડિજીટલ ટ્રાન્ઝેક્શન બિઝનેસને લીડ કરવા માટે ટીમ તૈયાર કરવાના પ્રયત્નમાં છે. ભારતમાં લોકપ્રિય મેસેજિંગ એપ્લીકેશન whatsapp એ ફેબ્રુઆરીમાં જણાવ્યુ હતું કે એ 20 કરોડ એક્ટિવ યૂઝર્સનો આંકડો પાર કરી ચૂક્યા છે. કંપનીના ગ્લોબલ યૂઝર્સની વાત કરીએ તો એ 120 કરોડની આસપાસ છે.

વેબસાઇટના રિપોર્ટએ દાવો કર્યો છે કે whatsapp ભારતમાં UPI દ્વારા આગળના 6 મહીનાની અંદર પેમેન્ટ સર્વિસ શરૂ કરી શકે છે. અહીંયા એ ધ્યાન આપવા જેવી એ વાત છે કે whatsapp પેમેન્ટ સિસ્ટમ માટે લોકપ્રિય ડિજીટલ વોલેટ્સને નહીં UPI ને પસંદ કર્યું છે. વેબસાઇટે પોતાના રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી લખ્યું છે કે whatsapp એ પહેલા ડિજીટલ વોલેટ માટે વિચાર્યું હતું. પરંતુ 20 માર્ચે RBI ની ગાઇડલાઇન્સ આવ્યા બાદ whatsapp UPI પર દાવ લગાવા માંગે છે.

લોકપ્રિય મોબાઇલ વોલેટ પેટીએમ ના 20 કરોડ યૂઝર્સ છે, પરંતુ RBI ની ગાઇડલાઇન્સ બાદ ડિજીટલ વોલેટ ઇન્ડસ્ટ્રીના ભવિષ્યને લઇને પ્રશ્નો ઊઠવા લાગ્યા છે. તો બીજી બાજુ UPI દ્વારા પેમેન્ટ ભીમ અને પીએસપી એપ બાદ વધવા લાગી છે.

http://sambhaavnews.com/

You might also like