બંધ થઇ શકે છે WhatsApp અને Hike જેવી એપ્સ, 29 જૂને સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી

નવી દિલ્હી: સ્માર્ટફોન યૂજર્સ માટે અનિવાર્ય બની ચૂકેલ વોટ્સઅપ ટૂંક સમયમાં બંધ થઇ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર 29 જૂન 2016નારોજ સુપ્રીમ કોર્ટ આ એપ્લીકેશનને BAN કરવા માટે દાખલ એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરશે.

મીડિયાના રિપોટ્સ અનુસાર જાહેર હિતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સઅપના એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન ફિચરના લીધે તેના મેસેજ ટ્રેક કરવા અશક્ય બની ગયું છે, જેના લીધે આતંકવાદી સંગઠન પરસ્પર સંવાદ માટે બિંદાસ આ એપનો ઉપયોગ કરી રહ્યાં છે.

આરટીઆઇ કાર્યકર્તા સુધીર યાદવે પોતાની અરજીમાં કહ્યું કે વોટ્સઅપે એપ્રિલથી જ એનક્રિપ્શન લાગૂ કર્યું છે, જેથી તેના પર ચેટિંગ કરનારાઓની વાતો સુરક્ષિત રહે છે. સુરક્ષા એજન્સીઓ અને ખુદ વોટ્સઅપ પણ આ મેસેજીસને ડિકોડ ન કરી શકે. જો ડિકોડ કરવાનો પ્રયત્ન પણ કરે છે તો એક 256 બિટના નાના મેસેજમાં જ સદીઓ લાગી જશે.

એનક્રિપ્શનના લીધે આતંકવાદી અને ગુનેગારોને સંદેશ મોકલવામાં સરળતા રહેશે અને દેશની સુરક્ષાને ખતરો પેદા થશે. એવામાં વોટ્સઅપ પર બેન લગાવવો જોઇએ. અરજીમાં વોટ્સઅપ ઉપરાંત ઘણી બીજી એપ્લિકેશન્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે એન્ક્રિપ્શનને સુપર કોમ્યુટરથી પણ ઇન્ટરસેપ્ટ કરી ન શકાય. એટલા માટે વોટ્સઅપ, વાઇબર, ટેલિગ્રામ, હાઇક અને લાઇન જેવી એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લગાવવો જોઇએ.

You might also like