હવે વોટ્સઅપથી અંધારામાં પણ લઇ શકાશે સેલ્ફી

વોટ્સઅપ હંમેશા તેના યુઝર્સ માટે કાંઇક ખાસ અને નવુ લઇને આવે છે. ત્યારે હાલમાં જ વોટ્સઅપે એનરોઇડ માટે વપરાતા નવા બીટા વર્ઝનમાં સેલ્ફી લવર્સ માટે ખાસ ફિચર તૈયાર કર્યું છે. આ નવા ફિચર દ્વારા યુઝર્સ અંધારામાં પણ સેલ્ફી ક્લિક કરી શકશે. તેની મદદથી તમે ફ્રન્ટ ફ્લેશ કેમેરા વગર અંધારામાં પણ સારી સેલ્ફી લઇ શકો છો.

બીટા વર્ઝનમાં આવેલી અપડેટ બાદ વોટ્સઅપ યુઝર્સ જ્યારે તેના દ્વારા સેલ્ફી ક્લિક કરશે તો તેમણે ફ્રન્ટ ફેસિંગ ફ્લેશનું ઓપ્શન જોવા મળશે. તેની પર ક્લિક કરવાથી સ્ક્રિન પર ફ્લેશ જેવી ઇફેક્ટ જોવા મળશે. તેના માટે હવે તમારા ફ્રન્ટ કેમેરામાં ફ્લેશની જરૂર નથી. વોટ્સઅપના આ ફિચર દ્વારા તમે કોઇ પણ ફ્લેશ વગર સેલ્ફી લઇ શકો છો.

વોટ્સઅપનું આ ફિચર લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવશે. સાથે જ આ ફિચરથી વોટ્સઅપની લોકપ્રિયતા વધારે વધી જશે.

You might also like