જાણો 2017માં કેટલું બદલાયું WhatsApp, નવા નવા ફીચર્સે મચાવી ધૂમ

વૉટ્સએપે લૉન્ચ થતાની સાથે જ મેસેજ પેક, રેટ કટર, ફ્રી કૉલિંગ જેવી સુવિધાઓ આપીને તો લોકોને ખર્ચામાંથી બચાવી જ લીધા છે. હવે વૉટ્સએપ ગ્રુપ વૉઈલ કૉલ અને વીડિયો કૉલ ફીચરથી પણ લોકોને એકબીજાની વધુ નજીક લાવવાની તૈયારી કરી રહ્યું છે.

આમ તો વૉટ્સએપમાં પહેલેથી જ Voice અને Video કૉલનું ફીચર છે, પરંતુ હવે વૉટ્સએપ ગ્રુપ વીડિયો કૉલ અને વૉઈલ કૉલની ફેસીલિટી આપશે. વૉટ્સએપના લેટેસ્ટ બીટા વર્ઝન 2.17.70 પર આ ફીચર સૌથી પહેલા જોવા મળ્યું છે.

ગ્રુપ વૉઈસ કૉલ તો નવા ફીચર તરીકે નક્કી જ છે, પરંતુ ગ્રુપ વીડિયો કૉલિંગના ફીચર માટે હજુ સસ્પેન્સ રાખવામાં આવ્યું છે. ગ્રુપ વૉઈસ કૉલથી હવે એકસાથે ઘણા બધા યુઝર્સ એકસાથે કૉન્ફરન્સ કૉલની જેમ વાત કરી શકશે.

2017માં વૉટ્સએપ કેટલા ફીચર બદલાયા?

1) લાઈવ લોકેશન ફીચર
તાજેતરમાં જ વૉટ્સએપ દ્વારા લાઈવ લોકેશન ફીચર એડ કરવામાં આવ્યું છે. આ ફીચર દ્વારા તમે લાઈવ લોકેશન શેર કરી શકો છો. જો કે સિમ્પલ લોકેશનનું ઑપ્શન તો પહેલેથી જ હતું, પરંતુ તેમાં તમે એક જ વખત પોતાનું લોકેશન શેર કરી શકતા હતા. હવે આ નવા ફીચર દ્વારા તમારા મિત્રો તમને ટ્રેક પણ કરી શકે છે. તમે ક્યાં જાઓ છો અને ક્યાં ઉભા રહ્યા છો તે પણ તમારા મિત્રો જાણી શકશે.

2) વૉટ્સએપ બિઝનેસ
આ એપ બિઝનેસમેનોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યું છે. આ ફીચરથી બિઝનેસમેન પોતાના લેન્ડલાઈન નંબરને પણ વૉટ્સએપ સાથે જોડી શકશે. હવે વ્યાપારીઓ પોતાના એન્ડ્રોઈડ ફોન પર એકસાથે વૉટ્સએપ અને વૉટ્સએપ બિઝનેસ બંને ફીચરનો ઉપયોગ કરી શકશે. જો કે વૉટ્સએપ બિઝનેસનો લોગો થોડો અલગ છે. એમાં ટેલિફોન આઈકોનની જગ્યાએ B લખવામાં આવ્યું છે.

3) કલરફૂલ-સ્ટેટસ ફીચર
પોતાના સ્ટેટસ ફીચરને વધુ રસપ્રદ બનાવવા માટે વૉટ્સએપે એક અપડેટ કર્યું છે. વૉટ્સએપનું આ સ્ટેટસ બિલકુલ ફેસબુકની જેમ જ છે. હવે વૉટ્સએપ સ્ટેટસ અલગ અલગ કલરના બ્રેકગ્રાઉન્ડ સાથે શેર કરી શકાશે.

4) પૈસા ટ્રાન્સફર, UPI પેમેન્ટની મંજૂરી
હવે તમે વૉટ્સએપ દ્વારા તમારા મિત્રને માત્ર મેસેજ નહીં બલ્કે પૈસા પણ મોકલી શકશો. તમે વૉટ્સએપ દ્વારા ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી શકશો. વૉટ્સએપને ભારતમાં પેમેન્ટ સર્વિસ મની ટ્રાન્સફર માટે નેશનલ પેમેન્ટ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCI)એ મંજૂરી આપી દીધી છે. હવે વૉટ્સએપ દ્વારા યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસની મદદથી એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં પૈસા મોકલી શકો છો.

5) વૉટ્સએપ નાઈટ મોડ
વૉટ્સએપ મોસ્ટ અવેઈટેડ ફીચર તરીકે નાઈટ મોડ ફીચરમાં ફેરફાર કર્યો છે, જેના કારણે હવે રાત્રે પણ સારો ફોટો ખેંચી શકાશે.

6) પિન ટૂ ટોપ ફીચર
જે રીતે ટ્વિટર અને ફેસબુક ઉપયોગ કરનાર યુઝર્સ પોતાના ગમતા સ્ટેટસને પિન ટૂ ટૉપ કરી શકે છે. એવી જ રીતે વૉટ્સએપમાં પણ પોતાનું ગમતું સ્ટેટસ પ્રોફાઈલમાં સૌથી ઉપર રાખી શકાશે.

7) 10 નહીં, 30 ઈમેજ-વીડિયો Share કરી શકાશે
વૉટ્સએપ દ્વારા મીડિયા શેરિંગ ઑપ્શન વધારવામાં આવ્યું છે. પહેલા તમે એકસાથે 10 ફોટો Share કરી શકતા હતા અને હવે તમે 30 ફોટો અને 30 વીડિયો Share કરી શકશો.

8) સ્ટેટસ ટેબ
સ્ટેટસ ટેબ ફીચર મેસેજિંગ એપ સ્નેપચેટ સ્ટોરીની જેમ કામ કરે છે. વૉટ્સએપના સ્ટેટસ ઑપ્શનમાં યુઝર્સ પોતાનો ફોટો અને વીડિયો પર ટેક્સ્ટ અને ઈમોજીની મદદથી સ્ટોરી બનાવી શકશે. આ તસવીરો યુઝર્સ કોન્ટેક્ટ લિસ્ટમાં હાજર લોકોને દેખાશે.

હવે તમારે થોડી રાહ જોવી પડશે, કારણ કે 2017 પૂરું થાય તે પહેલા પણ વૉટ્સએપ નવા ફીચર્સ દાખલ કરી શકે છે.

You might also like