પ્રેગ્નેંટ થવા માટે જાણો: સૌથી સચોટ Sex position કઇ ?

નવી દિલ્હી: બદલાતી જીવનશૈલીની અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે અને મોટાભાગે પરણિત યુવકો બાળક પેદા કરવામાં મોડું કરે છે પરંતુ જો કોઇ મહિલા ગર્ભધારણ કરવા ઇચ્છતી હોય તો તેને પોતાના ખાનપાનથી માંડીને સેક્સની પદ્ધતિ પર પણ ધ્યાન આપવું જરૂરી હોય છે. ફર્ટિલિટી એક્સપર્ટ મેરિલીન ગ્લેનવિલેનું માનવું છે કે જો કોઇ મહિલા ખાનપાનની વસ્તુઓથી માંડીને ખાસ સેક્સ પોજીશન અપનાવે છે તો તેમાં ગર્ભધારણની સંભાવના ખૂબ વધી જાય છે.

એક વેબસાઇટના અહેવાલ અનુસાર 20 થી 3ઓ વર્ષની યુવાપેઢી પોતાના કેરિયરને લઇને વધુ ગંભીર છે અને તેના લીધે તે બાળકો પેદા કરવામાં મોડું કરવા લાગી છે.

વિશેજ્ઞોનું માનવું છે કે ખાણીપીણી આદતો સુધારવા, આલ્કોહોલ અને કેફી દ્વવ્યોથી અંતર જાળવવામાં આવે તો ગર્ભ ધારણની સંભાવના વધી જાય છે. જો કે ડોક્ટર ગ્લેનવિલેનું કહેવું છે કે ગર્ભધારણ કરવામાં સેક્સ પોજીશન પણ મહત્વ ધરાવે છે.

તેમણે ‘ડેલી મેલ ઓન લાઇન’ને જણાવ્યું હતું કે મેન ઓન ટોપ પોજીશન વડે મહિલાઓમાં ગર્ભ ધારણ કરવાની સંભાવના સૌથી વધુ રહે છે. ‘ગ્લેનવિલેએ જણાવ્યું હતું કે સેક્સ પોજીશન દ્વારા મહિલાઓમાં ગર્ભ ધારણની સંભાવના સૌથી વધુ રહે છે.’ ગ્લેનવિલેએ જણાવ્યું હતું કે આ સેક્સ પોજીશન દ્વારા પુરૂષના શુક્રાણું સીધા ગર્ભાશયમાં પ્રવેશ કરે છે. એટલું જ નહી આ પોજીશન દ્વારા શુક્રાણુંઓની પોતાની લાંબી યાત્રા પુરી કરવામાં સરળતા રહે છે.

ગ્લેનવિલેના દાવાની પુષ્ટિ માટે જો કે કોઇ વૈજ્ઞાનિક આધાર નથી. ગર્ભધારણને લઇને તેમણે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. ગ્લેનવિલેનું કહેવું છે કે કોઇ પણ સેક્સ પોજીશન ‘વૂમન ઓન ટોપ’ અથવા કોઇ બીજે જે ‘ગુરૂત્વાકર્ષણથી વિપરત’ છે તે શુક્રાણુઓના પ્રવાહમાં મુશ્કેલી ઉભી કરશે.

You might also like