૩૧ ડિસેમ્બરથી કેટલાય મોબાઈલ ફોનમાં વોટ્સએપ બંધ

સાન ફ્રાન્સિસ્કોઃ ફેસબુકના માલિકી હકવાળી મોબાઇલ મેસેજિંગ એપ સેવા વોટ્સએપ ૩૧ ડિસેમ્બરથી ઘણા પ્લેટફોર્મ એટલે કે કેટલાય મોબાઇલ ફોન પર કામ કરવાનું બંધ કરી દેશે. એક્સપ્રેસડોટસીઓડોટયુકેમાં છપાયેલા સમાચારમાં આ વાત કહેવાઇ છે. સમાચાર મુજબ મેસેજિંગ એપ વોટ્સએપ ૩૧ ડિસેમ્બરથી બ્લેકબેરી-ઓએસ, બ્લેકબેરી-૧૦, વિન્ડોઝ ફોન ૮.૦ અને જૂના પ્લેટફોર્મને સપોર્ટ નહીં કરે.

વોટ્સએપે કહ્યું કે આ પ્લેટફોર્મ એવી ક્ષમતા રાખતાં નથી, જેની જરૂરિયાત આપણને એપ ફીચર્સ વિસ્તાર માટે હોય. જો તેમાંથી કોઇ પણ ફોન ઉપયોગ કરે છે તો અમે એક નવું ઓએસ વર્ઝન કે નવી એન્ડ્રોઇડ રનિંગ ઓપરેટિંગ સિસ્ટમ ૪.૦ પ્લસ, આઇફોન રનિંગ, આઇઓએસ ૭ પ્લસ કે વિન્ડોઝ ફોન ૮.૧ પ્લસ અપગ્રેડ કરવાની સલાહ આપીએ છીએ. ડિસેમ્બર-૨૦૧૮ બાદ નોકિયા એસ ૪૦ પર કામ નહીં કરે. ફેબ્રુઆરી- ૨૦૨૦ બાદ આ એપ એન્ડ્રોઇડ ઓએસ ૨.૩.૭ કે જૂના વર્ઝન પર કામ નહીં કરે.

You might also like