હવે વોટ્સએપ પર મોકલેલો મેસેજ પરત બોલાવી શકાશેે

સાન ફ્રાન્સિસ્કો: વોટ્સએપનો સતત ઉપયોગ કરનારાઓ માટે સારા સમાચાર છે. જેમાં હવે આગામી દિવસોમાં આવા ગ્રાહકો તેમણે વોટ્સએપ પરથી મોકલેલો મેસેજ પરત બોલાવી શકશે. રિકોલ નામની મળનારી આ નવી સુવિધાથી યુઝર્સને પાંચ મિનિટમાં કોઈને વોટ્સએપ પર મોકલાવેલો મેસેજ પરત બોલાવવાની સુવિધા મળી રહેશે. વોટ્સઅેપમાં કોઈકવાર ભૂલથી કોઈને લખેલો મેસેજ અન્ય વ્યકિતને પહોંચી જતો હોય છે. તેથી આવા સમયે જે તે યુઝરે પસ્તાવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. ત્યારે આવા યુઝર માટે હવે સારા સમાચાર મળી રહયા છે કે એકવાર ભૂલથી કરવામાં આવેલો આવો મેસેજ રિકોલ નામની સુવિધાથી પરત મેળવી શકાશે.

આ નવી સુવિધામાં મોકલવામાં આવેલા મેસેજ, ફોટો અને વીડિયો અથવા અન્ય ડોક્યુમેન્ટને પાંચ મિનિટમાં જ પરત મેળવી શકાશે. તાજેતરમાં આ અંગે બહાર આવેલા અહેવાલમાં જણાવ્યા અનુસાર બિટા વર્ઝનથી મોકલવામાં આવેલા મેસેજને એડિટ કરવાનો વિકલ્પ પણ મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વોટ્સએપ વિશ્વમાં ૫૦ અલગ અલગ ભાષાઓમાં ઉપલબ્ધ છે. જેમાં દર મહિને તેનો લગભગ ૧૨ અબજથી વધુ લોકો ઉપયોગ કરે છે ત્યારે હવે આ નવી સુવિધાથી વોટ્સએપનો ઉપયોગ કરનારાઓને તેમના દ્વારા ભૂલથી મોકલાયેલો કોઈ પણ મેસેજ કે તસવીર તથા અન્ય ડોક્યુમેન્ટ પરત મેલવવાની સુવિધા મળી રહેશે. આ રીતે વોટ્સએપની સેવા મેળવતા અનેક યુઝરો માટે આ બાબત ખુશીના સમાચાર સમાન છે.

http://sambhaavnews.com/

You might also like