ઘરમાં સુર્યપ્રકાશ ન આવે તો શું કરવું..

મોટા મોટા શહેરોમાં જ્યાં બહુમાળી બિલ્ડીંગો હોય છે ત્યાં સરળતાથી સુર્યપ્રકાશ નથી પહોંચતો. જો તમારા ઘરમાં સુર્યપ્રકાશ આવતો હોય તો તમે નસીબદાર છો પરંતુ હા જો સુર્યપ્રકાશ નથી આવતો તો શું કરશો. અહીં અમે કેટલીક ટિપ્સ આપી છે જે મુજબ તમે તમારા ઘરમાં ફેરફાર કરીને પ્રકાશની અનુભૂતિ કરી શકો છો.

– જે ઘરમાં પ્રકાશ ન આવતો હોય તેમણે પોતાના ઘરની દિવાલો પર લાઇટ રંગ કરાવવો. ખાસ કરીને સફેદ, લાઇટ પિંક અથવા તો લાઇટ યલો કલરથી તમારું ઘર થોડુક ઉજાશવાળુ લાગશે.

– આવા ઘરોમાં એકદમ હળવા અને આછા રંગના પડદા લગવો. વધારે ડાર્ક પડદાઓને કારણે બહારનો પ્રકાશ અંદર નહીં આવી શકે.

– ઘરમાં જો સૂર્યપ્રકાશ બિલકુલ પણ ન આવતો હોય તો એક લાઇટથી કામ નહીં ચાલે, ફ્લોર લેમ્પ પણ લગાવો જેથી કરીને ઘરના ખુણામાં પણ ઉજાશ લાગે. ફૂલ સ્પેક્ટ્રમ લાઇટ બલ્બનો ઉપયોગ કરો. આ બલ્બની ખાસિયત એ છે કે તેને નિયોડાઇમિયમ નામના રાસાયણિક પદાર્થથી કલર કરવામાં આવ્યો હોય છે તેથી તે એકદમ સુર્યની રોશની જેવો જ પ્રકાશ આપે છે.

– ડાયનિંગ ટેબલ અને સેન્ટર ટેબલ કાચનું રાખો જેથી કરીને પ્રકાશ પ્રતિબિંબિત થાય.

– શક્ય હોય તો સોફાનો રંગ એકદમ લાઇટ રાખો.

– ઘરમાં બારીની જગ્યાએ કાચનું સ્લાઇડર નંખાવો જેથી કરીને પ્રકાશ વધારે પરિવર્તીત થાય.

You might also like