ચંપલમાર સાંસદ રવિન્દ્ર ગાયકવાડે લોકસભામાં કહ્યું, મેં શું ખોટુ કર્યું?, થયો હોબાળો

નવી દિલ્હીઃ શિવસેનાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડે એર ઇન્ડિયાના ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તૂણક કરી હતી, ત્યારે પોતે કરેલી વર્તૂણક પર તેમણે લોકસભામાં નિવેદન આપ્યું કે, મેં શું ખોટુ કર્યું?  જ્યારે ઉડયન મંત્રી ડોમેસ્ટિર એરલાઇન્સ પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે. આ મામલે લોકસભામાં હોબાળો પણ થયો હતો. તો  ઉડયન મંત્રી અશોક ગજપતિ રાજૂએ કહ્યું છે કે એરક્રાફ્ટ એક એવું માધ્યમ છે, જેમાં લોકો મુસાફરી કરે છે. જેમની સલામતી સાથે કોઇ પણ પ્રકારની બાંધછોડ કરી શકાય નહીં. તો આ મામલે ગાયકવાડે કહ્યું છે કે જો મેં કોઇને દુઃખ પહોંચાડ્યું હોય, તો હું માફી માંગુ છું.પરંતુ એર ઇન્ડિયા ઓફિસને નહીં.

ઉલ્લેખનિય છે કે 23 માર્ચે શિવસેના એમપીએ એર એન્ડિયાના ક્રૂને ચંપલથી માર માર્યો હતો. ગાયકવાડે લોકસભામાં પોતાના બચાવમાં કહ્યું કે મને ઇકોનોમિ ક્લાસમાં બેસાડવામાં આવ્યો. એર ઇન્ડિયાના સ્ટાફે  મારો કોલર પકડીને મારી સાથે ગેરવર્તૂણક કરી હતી. એર ઇન્ડિયાના સ્ટાફે મારી સાથે ગેરવર્તૂણક કરી હતી પરંતુ અહીં મારી પર તમામ એરલાઇન્સમાં બેસવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

પોતાના પ્રથમ સ્ટેટમેન્ટમાં લોકસભામાં આ ઘટના અંગે ગાયકવાડે કહ્યું હતું કે મેં શું ખોટું કર્યું છે. મારી સામે મીડિયા ટ્રાયલ ચલાવવામાં આવી રહ્યો છે. મારી પર IPC 308 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. શું મેં કોઇનું ખૂન કર્યું છે? શું મેં કોઇની સામે બંદુક તાંકી હતી? શું આજ ન્યાય છે? ગાયકવાડે પર અન્યા નામે એર ટિકિટ બૂક કરવાનો પણ આરોપ છે. જેની પર ગાયકવાડે કહ્યું છે કે મેં આવું કાંઇ જ નથી કર્યું. અન્ય કોઇ વ્યક્તિએ મારા નામ પર ટિકિટ બુક કરવાનો પ્રયાસ કર્યો છે.

http://sambhaavnews.com/

You might also like