ધર્મનાં લોકોને આતંકવાદી દર્શાવાતા ઓવૈસીએ ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશનાં ફૈઝાબાદ જિલ્લામાં યોજાઇ રહેલા બજરંગ દળનાં વાર્ષિક શોર્ય પ્રશિક્ષણ શિબિરમાં આતંકવાદીને એક ખાસ ધર્મ સાથે સાંકળવાનાં મુદ્દે સવાલ પેદા કર્યો છે. શિબિરમાં કાર્યકર્તાઓને હિંદુઓની રક્ષા કરવાનાં નામે હથિયારોની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એમઆઇએમ નેતા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પુછ્યું કે જો કોઇ મુસ્લિમ સંગઠન એવું કરશે તો શું થશે ?

મજલિસ એ ઇત્તહાદુલ મુસલમિન અધ્યક્ષ અને હૈદરાબાદનાં સાંસદ ઓવૈસીએ ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યો કે મુસ્લિમ સંગઠન જો આર્મ્સ ટ્રેનિંગ કેમ્પ ચલાવશે તો શું થશે ? તેનાં ઘણા જ ઓછા જવાબ હશે. અયોધ્યામાં આયોજીત કરવામાં આવેલા બજરંગ દળનાં શિબિરમાં કાર્યકર્તાઓને રાઇફલ, તલવાર અને લાઠીઓ ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી. ત્યાર બાદ 5 જુનનાં રોજ સુલ્તાનપુર, પીલીભીત, નોએડા અને ફતેહપુરમાં પણ આ પ્રકારનાં કેમ્પ લગાવવામાં આવશે.

બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદનો હિસ્સો છે. યુવકોનું આ દળ ધર્મ સાથે જોડાયેલા મુદ્દા પર આક્રમક વલણ અપનાવતું હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓવેસી પોતાનાં વારંવારનાં વિવાદિત નિવેદનોનાં કારણે ચર્ચામાં રહેતો હોય છે. અગાઉ તે મારા ગળા પર કોઇ છરી મુકીને પણ મને કહે કે ભારત માતા કી જય બોલ તો હું નહી બોલું તેવું નિવેદન આપીને ચર્ચામાં આવ્યો હતો. જેનાં પગલે લાંબો સમય વિવાદ ચાલ્યો હતો.

You might also like