શું તમારા પતિ પણ રાત્રે ઘરે મોડા આવે છે?

શું તમારા પતિ પણ રાત્રે ઘરે મોડા આવે છે? તેમની આ આદતથી તમે પરેશાન છો? શું તમને તમારો પરિવાર વિખેરાઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે? આવી તમામ પ્રકારની ફરિયાદો મોટાભાગની સ્ત્રીઓને પોતાના પતિ પાસેથી હોય છે. પોતાનો પતિ મોડો ઘરે આવતા હોવાને કારણે તેમની વચ્ચે હંમેશા લડાઇ થતી હોય છે.  કેટલીક વખત પત્નીને એવું પણ લાગે છે કે તેમનો પતી તેમને ઇગ્નોર કરી રહ્યો છે. કે પછી તેનું કોઇ અન્ય સાથે ચક્કર ચાલી રહ્યું હોય તેવી પણ શંકા થતી હોય છે.

ત્યારે આવી પરિસ્થિતીમાં પતિ સાથે લડાઇ ઝગડો કર્યા વગર શાંતિથી તેની સાથે વાત કરવી. તે રિલેક્સ હોય ત્યારે આવા મુદ્દે વાત કરવી જોઇએ. તેમને રોજ કેમ મોડુ થાય છે તે અંગે કારણ પૂછવું જોઇએ. સાચુ કારણ પ્રાપ્ત થઇ જાય તો તમે પણ શાંતિ અનુભવી શકશો.  પોતાની વાતને યોગ્ય રીતે રજૂ કરવી. ક્યારેક આપણે આપણી વાત એવી રીતે પૂછી લઇએ છીએ કે જેનાથી સામે વાળી વ્યક્તિને ખોટું લાગી જાય. જો તમારો પાર્ટનર રોજ લેટ આવે તો તેને થોડી ઘરની જવાબદારી સોંપવી. જેથી તે ઘર માટે અને ઘરના સભ્યો માટે વિચારતો થાય. બધા જ પ્રાયોસ છતાં પણ જો તમારો પતિ પોતાની આદત છોડવા તૈયાર ન થાય તો તેની સાથે સખ્ત વલણ જરૂરી બની રહે છે.

You might also like