જાણોઃ ટ્રાવેલ બેગમાં શું રાખવું જોઇએ યુવતીઓએ

ફરવાનો શોખ તો બધાને હોય જ છે. પરંતુ ટ્રાવેલ બેગનું યોગ્ય પેકિંગ તેટલું જ જરૂરી છે. ખાસ કરીને જ્યારે યુવતીઓ ફરવા જઇ રહીં હોય ત્યારે તેમને હંમેશા આવું કનફ્યુઝન હોય છે કે કયો સામન સાથે રાખવો અને કયો ન લઇ જવો. છોકરાઓની સરખામણીમાં છોકરીઓને વધારે સામાનની જરૂર હોય છે. તેથી જ ટ્રાવેલિંગમાં યુવતીઓએ ઓછા અને અસરકાર સમાન સાથે યાદગાર મુસાફરી કરવી હોય તો નીચેની બાબતો ચોક્કસથી પોતાની સાથે રાખવી.

ઇમરજન્સી કિટઃ મુસાફરીમાં જતી વખતે પોતાની સાથે એક નાની કિટ રાખવી. જેમાં સેનિટાઇઝર, પેઇન કિલર, સોયદોરો, પરફ્યુમ, હેન્ડ વોશ જેવી વસ્તુઓ હોય. જેને શોધવા માટે તમારે વારંવાર બેગ પણ ન ખોલવી પડે.

ઓછા વજનનું ઓઢવાનુઃ ટ્રેન કે પ્લેન બંનેમાં મુસાફરી કરતી વખતે ઓઢવાનું જોઇએ છે. ત્યારે તમે બેસવા અને સુવામાં તકિયાની રીતે તેનો ઉપયોગ કરી શકો તેવું લાઇટ વેઇટ ઓઢવાનું પસંદ કરવું જોઇએ.

સામાન ટ્રેકરઃ પોતાના સામાનની ચિંતા સૌ કોઇને હોય છે. ફરતી વખતે સમાન આમ તેમ બધી જ જગ્યાએ નથી લઇ જઇ શકતા ત્યારે સામાન ટ્રેકર બેસ્ટ ડિવાઇઝ છે. તમારે ચાર્જ કરીને તેને તમારી બેગમાં રાખવાનો હોય છે. જો તમારો સામાન ક્યાં પણ ખોવાઇ જાય તો તે આ ડિવાઇઝની મદદથી સરળતાથી શોધી શકાય છે. જેના માટે તમારે તેનું એપ તમારા ફોનમાં ડાઉનલોડ કરવાનું રહે છે. જે પંદર દિવસ સુધી ચાર્જ રહી શકે છે.

લોન્ડ્રી બેગઃ તમે તમારા પહેરેલા કપડાં અને સાફ કપડાં અલગ રાખી શકો તે માટે ઉપરાંત અંડરવેર ચંપલ જેવી વસ્તુઓ અલગ રાખી શકો તે માટે લોન્ડ્રી બેગ ચોક્કસથી રાખવી.

નોટ બુકઃ પેકિંગ કરતી વખતે તમારી બેગમાં એક નોટબુક અને ડાયરી ચોક્કસથી રાખજો. જેની મદદથી તમે કોઇ ખાસ વસ્તુની નોંધ કરી શકશો. કોઇનો ફોન નંબર પણ નોટ કરી શકશો.

ફોન બેટરી બેંકઃ કેમેરા, મેપ, સેલ્ફી જેવી અનેક વસ્તુઓ માટે ફોનનો સૌથી વધારે ઉપયોગ ડ્રાવેલિંગમાં થાય છે. ત્યારે સ્માર્ટ ફોનની બેટ્રી ઝડપથી વપરાઇ જાય છે. તેવામાં ફોન ચાર્જ કરવા માટે બેટ્રી બેકઅપની જરૂર પડે છે.

You might also like