જાણો છો કયા હોર્મોનને લીધે લોકો રોમેન્ટિક બને છે? Kiss હોર્મોન વિશે જાણો

દુનિયાભરમાં લોકો સેક્સની ઇચ્છા ધરાવતા હોય છે પંરતુ સેક્સ કરવાની ઇચ્છાનો આધાર કેટલાક તત્વોને કારણે થાય છે અને શરીરમાં જાતીય ઉત્તેજના માટે કેટલાક હોર્મોન્સ જવાબદાર હોય છે.

ઓક્સીટોસીનના સ્ત્રાવ એક સારું હોર્મોન છે જેના સ્ત્રાવને સારો ગણવામાં આવે છે. સેક્સ કર્યા પછી અનુભવાતી તાજગી હકીકતમાં ટેસ્ટોસ્ટોરોનને કારણે થાય છે જે પુરુષોના શરીરમાં હોય છે.

જે હોર્મોનને કારણે રોમાન્સનો અનુભવ થાય છે તેને વૈજ્ઞાનિકો કિસ્પેટિન કહે છે. સંશોધન બતાવે છે કે આ હોર્મોન કિસ હોર્મોન તરીકે ઓળખાય છે જે સેક્સ સાથે જોડાયેલી માનસિક પ્રક્રિયાને દર્શાવે છે.

આ હોર્મોન કુદરતી રીતે અસર દેખાડે છે અને રસાયણોના સ્ત્રાવ સાથે જ પ્રજનનની પ્રક્રિયા પણ વધારે છે. એક અભ્યાસમાં જોવા મળ્યું હતું કે જાતીય ઉત્તેજના આપતા સાહિત્ય કે દૃશ્યો જોયા પછી આ હોર્મોન મગજને સંદેશો મોકલે છે જેના કરાણે જાતીય ઉત્તેજના પેદા થાય છે.

આ સંશોધન પછી એક નવી મનોવૈજ્ઞાનિકો વિચારશરણીને પ્રોત્સાહ્ન મળી શકે છે જે જાતીય સમસ્યા સાથે જોડાયેલી છે અને જૈવિક રીતે કોઈ કોઈ દૃષ્ટિકોણથી જોવામાં આવી હોય.

You might also like