રૈનાએ કર્યો ખુલાસો, આ વાત પર Captain Coolને આવે છે ગુસ્સો

ક્રિકેટની દુનિયામાં ‘કેપ્ટન કૂલ’ નામથી ફેમસ મહેન્દ્ર સિંહ ધોનીને ભાગ્યે જ ગુસ્સો આવતો હશે. ગમે તેવી પરિસ્થિતિ હોય, તે ક્યારેય ગુસ્સો થતો નથી, પછી તે ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સીનો સમય હોય કે પછી IPLમાં ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટન્સી હોય, કોઇ જણાવી શકે કે માહીના મગજમાં શું ચાલી રહ્યુ છે?

થોડા સમય એક વીડિયો વાયરલ થયો હતો જેમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન T-20 મેચમાં ધોની ક્રિઝ પર હતા અને તેની સામે મનીષ પાંડે હતો. ધોનીને ત્યારે ગુસ્સો આવ્યો હતો જ્યારે મનીષ પાંડેનું ધ્યાન તેમની તરફ ન હતું. તેના પર ધોનીએ ગુસ્સો આવ્યો અને તેમણે જોરથી મનીષ પાંડેને મેચમાં ધ્યાન રાખવા કહ્યું. આ દરમિયાન ધોનીના ગુસ્સાને અપવાદ કહેવામાં આવે છે.

આ અંગે સીએસકે તરફથી રમી રહેલ રૈનાએ પણ ખુલાસો કર્યો છે કે ધોનીને કઇ વાત પર ગુસ્સો આવે છે. રૈનાએ જણાવ્યું કે તેમના કેપ્ટન ચેન્નઇના પ્લેઑફમાં પહોંચ્યા પહેલા મેચ દરમિયાન થતી ભૂલોમાં ઘટાડો કરવા ઇચ્છે છે. રૈનાએ જણાવ્યું કે ધોનીનો હેતુ બે વર્ષના પ્રતિબંધ બાદ પરત ફરેલી ચેન્નઇની ટીમને CSKનું ટાઇટલ જીતાડવાનું છે. રૈનાએ જણાવ્યું કે હું જાણુ છું કે ફિલ્ડ પર મારે શું કરવાનું છે તેમ છતાં હું કેપ્ટનની સલાહ લઉ છું. વિશેષરૂપે બોલીંગની. રૈનાએ વધુમાં જણાવ્યું કે હંમેશા શાંત રહેતા ધોનીને ગુસ્સો ત્યારે આવે છે જ્યારે તેમની ટીમનો બોલર એક જ ભૂલ વારંવાર કરે છે જ્યારે બોલરને દર વખતે પૂછવામાં આવે છે કે તે કઇ યોજના અંતર્ગત બોલીંગ કરશે અને તેને કેવા પ્રકારનું ફિલ્ડ જોઇએ છીએ.

હજુ સુધી ચેન્નાઇ સુપરકિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ 2 ટીમ છે, જેણે પ્લે-ઑફમાં જગ્યા બનાવ્યા છે. ધોનીએ કહ્યુ કે, માત્ર ટૉપ 4માં જગ્યા બનાવવાથી સંતુષ્ટ નથી, તેઓ IPL જીતવા માંગે છે. ટીમના મેમ્બર્સની ભૂલોની કોઇ જગ્યા નહી હોય, આ IPLમાં સિઝનમાં માહીને ઇમોશનલી વાપસી કહેવાઇ રહી છે.

You might also like