ગર્ભનિરોધક દવાને લઇને કોંકણાએ કહ્યું કંઇક આવું

મુંબઇઃ વિદેશી ફિલ્મ ફેસ્ટિવલ્સમાં 11 એવોર્ડ મેળવી ચૂકેલી અને ભારતમાં રિલીઝ થવા માટે સેન્સરબોર્ડ અને કોર્ટમાં જઇ આવેલ ફિલ્મ લિપસ્ટિક અંડર માય બુરખા આખરે શુક્રવારનાં રોજ રિલીઝ થઇ રહી છે. ત્યારે આ ફિલ્મની અભિનેત્રી કોંકણા દ્વારા ગર્ભનિરોધક દવાઓને લઇને બોલ્ડ સ્ટેટમેંટ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોંકણા સેન બોલીવુડમાં શાનદાર અને સ્‍વાભાવિક અભિનયથી જાણીતી છે. ત્યારે આજરોજ કોંકણાએ મહિલાઓ દ્વારા ખરીદવામાં આવતી ગર્ભનિરોધક દવાઓને લઇને આજે એક બોલ્ડ નિવેદન આપ્યું છે. કોંકણાનું કહેવું છે કે, શહેરો કરતા ગામડાંઓની મહિલાઓની સ્થિતી વધુ વિકટ છે. ગામડાંમાં રહેતી મહિલાઓને ગર્ભનિરોધક દવાઓ દુકાનમાં ખરીદવા જતા સંકોચ થતો હોય છે ત્યારે તેમને આ દવાઓ મફતમાં આપવી જોઇએ.

જ્યારે આ મુદ્દાને ફિલ્મ લિપસ્ટિક અંડર માય બુરખામાં ખુબ સારી રીતે દર્શાવામાં આવી છે. જેમાં કોંકણા શર્મા કોન્ડમ ખરીદવા દુકાનમાં જાય છે. ત્યારે આ સીન અંગે કોંકણાએે જણાવ્યું કે, વાત માત્ર કોન્ડમની નથી સેનેટરી નેપકિન ખરીદતા પણ કેટલીક મહિલાઓને શરમ આવતી હોય છે.

http://sambhaavnews.com/

You might also like