કેવી રીતે બને છે અધિક માસ

માનવ માત્રને પાવન કરનારો પુરુષોત્તમ માસ અધિકસ્ય્ ફલમ્ સર્વ માસોમાં સર્વ શ્રેષ્ઠ માસ કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ છે. જેને અધિક માસ પણ કહેવામાં આવે છે. અધિક માસ એટલે આપણે આપણા જીવનમાં અધિક ભક્તિ અને સત્સંગ, કથા અને કીર્તન, ધૂન અને ધ્યાન કરવાનો માસ. આ પુરુષોત્તમ માસ દર ત્રણ વર્ષે આવે છે. પુરુષોત્તમ માસ એટલે સત્સંગ, સ્મરણ, સેવાના ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને ભગવાનના અક્ષરધામને પામવાનો પરમ પવિત્ર માસ.

આવો પાવનકારી પુરુષોત્તમ અધિક માસ દર ત્રણ વર્ષે આવે છે એની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે, પૃથ્વીની આસપાસ ચંદ્રની એક પ્રદક્ષિણા પૂરી થતાં જે સમય લાગે તેને ચાંદ્ર માસ કહેવાય. આ ચંદ્રની પ્રદક્ષિણાઓ પૂરી થતાં ૩૫૪ દિવસ,૮ કલાક, ૪૮ મિનિટ અને ૩૩.૫૫ સેકંડ જેટલો સમય લાગે છે. પૃથ્વીની સૂર્યની આસપાસ એક પ્રદક્ષિણા પૂરી થાય તેને વર્ષ કહેવાય છે અને ૩૬૫ દિવસ, ૫ કલાક, ૪૮ મિનિટ ૪૭.૫ સેકન્ડ જેટલો સમય લાગે છે.આમ થવાથી ચાંદ્ર માસ વર્ષ અને સૌરમાન વર્ષ વચ્ચે ૧૧ દિવસનું અંતર પડે છે. આ અંતર વધવા નહીં દેતાં દર ત્રીજે વર્ષે એક માસનો ઉમેરો કરી દેવાય છે.

આ ઉમેરેલા માસને પુરુષોત્તમ કે અધિક માસ કહેવામાં આવે છે. આ અધિક માસ ૩૨ મહિના, ૧૬ દિવસ અને ૪ ઘડીના અંતરે આવ્યા કરે છે. આ મહિનામાં સૂર્ય સંક્રાંતિ થતી નથી તેથી અધિક માસ શુભ કાર્યોમાં વર્જિત ગણવામાં આવેલો છે. સંક્રાંતિ રહિત અધિક માસ પ્રત્યેક ૨૮ મહિનાથી વધુ તથા ૩૬ મહિના ૫હેલાં આવતો હોય છે. અધિક માસમાં વિવાહ, યજ્ઞ મહોત્સવ, દેવપ્રતિષ્‍ઠા વગેરે માંગલિક કાર્ય કરવાનો નિરોધ છે. પ્રાચીન કાળમાં સર્વ પ્રથમ અધિક માસની શરૂઆત થઇ ત્યારે આ મહિનામાં સૂર્યની સંક્રાંતિ ના હોવાથી તે મલ માસ કહેવાયો.

આ સ્વામી રહિત મળ માસમાં દેવ.. પિતર.. વગેરેની પૂજા તથા માંગલિક કાર્ય થતાં ન હોવાથી લોકો તેની ઘોર નિંદા કરવા લાગ્યા. આ પ્રકારની લોક-ભર્ત્સ્ના ચિંતાતુર બની મલ માસ ચિંતાતુર બની જે ક્ષર તથા અક્ષરથી અતિત, અવ્યક્ત હોવા છતાં ભક્તોના પ્રેમના માટે વ્યક્ત(પ્રગટ) થાય છે તેવા અક્ષરબ્રહ્મ, આનંદસિધું પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનાં શરણોમાં જઇને પ્રભુને પ્રાર્થના કરે છે કેઃ હું એક જ એવો અભાગી છું કે જેનું કોઇ નામ નથી, કોઇ સ્વામી કે આશ્રય નથી, શુભ કર્મોથી મારો તિરસ્કાર કરવામાં આવે છે.

મલ માસને શરણાગત બનેલો જોઇને ભગવાને કહ્યું કેઃ સદગુણો, કીર્તિ, પ્રભાવ, ષડૈશ્ર્વર્ય ૫રાક્રમ, ભક્તોને વરદાન આ૫વાં વગેરે જેટલા ૫ણ ગુણ મારામાં છે અને તેનાથી હું સમગ્ર વિશ્વમાં પુરુષોત્તમ નામથી વિખ્યાત છું, તેવી જ રીતે આ મલિનમાસ ૫ણ ભૂતલ ૫ર પુરૂષોત્તમ નામથી પ્રસિધ્‍ધ થશે. મારામાં જેટલા સદગુણ છે તે તમામને આજથી મેં મલિન માસને આપી દીધા છે. મારું નામ જે વેદ, લોક અને શાસ્ત્રોમાં વિખ્યાત છે, આજથી તે પુરુષોત્તમ માસ નામથી આ મલિન માસ વિખ્યાત થશે અને હું પોતે આ માસનો સ્વામી બની ગયો છું.

જે ૫રમ ધામ પહોંચવા મુનિ, મહર્ષિ કઠોર ત૫સ્‍યામાં નિરંતર લાગેલા રહે છે તે દુર્લભ ૫દ પુરુષોત્તમ માસમાં સ્નાન, પૂજા, અનુષ્ઠાન, સેવા, સુમિરન, સત્સંગ કરનાર ભક્તોને સુગમતાથી પ્રાપ્ત થશે.

આ બારેય મહિનામાં સર્વશ્રેષ્ઠ માસના નામથી વિખ્યાત થશે. પ્રત્યેક ત્રીજા વર્ષે પુરુષોત્તમ માસના આગમન ૫ર જે વ્‍યક્તિ શ્રદ્ધા ભક્તિની સાથે સેવા, સુમિરન, સત્સંગ, વ્રત, ઉ૫વાસ, પૂજા.. વગેરે શુભ કર્મો કરે છે તેમની ઉ૫ર ભગવાન પ્રસન્ન થાય છે અને તે પોતાના સમસ્ત પરિવાર સહિત નિર્મળ ભક્તિ પ્રાપ્તિ કરે છે.

You might also like