જાણો ક્રિસમસના તહેવારનું પ્રતિક બનેલો સાન્ટા ક્લોઝ ક્યાંથી આવ્યો

દુનિયાભરમાં ખ્રિસ્તીઓ વર્ષોથી ઈસુના જન્મદિવસને નાતાલ તરીકે ઊજવે છે. અરે હવે તો ક્રિસમસ ઊજવવી જાણે ટ્રેન્ડ થઈ ગયો છે પછી ભલે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં કેમ ન રહેતા હો. ક્રિસમસ સાથે ઘણા બધી વસ્તુઓ, પાત્રો અને રિવાજો જાડાયેલા છે. જેમ કે, સેન્ટા ક્લોઝ, ક્રિસમસ ટ્રી વગેરે. પણ શું તમે જાણો છો કે આ સેન્ટા ક્લોઝ અને ક્રિસમસ ટ્રી અને ક્રિસમસને શું લેવાદેવા છે?

સાન્તા ક્લોઝ કેવી રીતે ક્રિસમસ સાથે જોડાયું એ પણ ઘણું રસપ્રદ અને આશ્ચર્યજનક છે. જેમ કે આજે આપણે જેને સાન્તા ક્લોઝ તરીકે ઓળખીએ છીએ એનો ઉપયોગ ૧૯૩૧માં એક જાહેરાતમાં થયો હતો. ઉત્તર અમેરિકાની સોફ્ટડ્રિંક્સની એક કંપનીએ ક્રિસમસ દરમિયાન એ જાહેરાત બનાવી હતી. એમાં તેઓએ કે પાત્રને લાલ કપડાં, શ્વેત દાઢી અને ગુલાબી ગાલ વાળો એ હસમુખો ચહેરો આપ્યો હતો અને એ પ્રખ્યાત થઈ ગયું.

જોકે સમય જતા 1950ના દાયકામાં બ્રાઝિલના લોકોએ ૧૯૫૦ના દાયકામાં સાન્તા ક્લોઝને બદલે “ગ્રાન્ડપા ઈન્ડિયન” નામનું પાત્ર ઊભું કર્યું. એક વેબસાઈડ જણાવે છે કે ‘સાન્તા ક્લોઝે ગ્રાન્ડપા ઈન્ડિયનને પાછળ પાડી દીધો. તેણે બાળ ઈસુને પણ પાછળ પાડી દીધા અને ડિસેમ્બર ૨૫એ રાખવામાં આવતી મિજબાનીનો મુખ્ય ભાગ બની ગયો.’ પરંતુ, સાન્તા ક્લોઝને ક્રિસમસ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસ સાથે શું લેવાદેવા છે? એનો જવાબ થોડું સંશોધન માંગી લે છે ચાલો જોઈએ ઇતિહાસ શું કહે છે.

You might also like