Categories: Art Literature

વસંત એટલે શું?

અબીલ-ગુલાલના વરસાદમાં સુગંધ આપમેળે છલકશે
પુષ્પની આપ-લે છોડો, ધરા તમને પુષ્પ સમજી ધરશે

 

રસની સિઝન પધારી રહી છે. રાજફળ કેરી પ્રત્યે આપણને અનુરાગ છે. આયુર્વેદના ગ્રંથ ‘અષ્ટાંગ હૃદયમ્’ની શરૃઆતમાં વાગ્ભટ્ટ લખે છે કે, પ્રત્યેક રોગના મૂળમાં રાગ છે. રાગને ઑપરેશનલ એનર્જી રજસ સાથે લેવાદેવા. ઉગ્રતા, અક્ષમા સિવાય રાગને રુષ કહે છે. જેનંુ એક બારણું રોષ તરફ ખૂલે ‘ને બીજું રસ બાજુ પડે. દુર્ગા સપ્તશતીમાં જે ચંડ છે તે રાગ. ઇંગ્લિશમાં પેશન. આ શબ્દ ત્યાં ચૌદમી સદી સુધી અનુભવમાંથી પસાર થવા માટે ‘ને ખાસ કરીને સફરિંગ માટે જ વપરાતો. છેક ૧૫૮૦ પછી એ દૈહિક પ્રેમ માટે વપરાતો થયો. રાગપ્રદ વાત એ છે કે પેશનના મૂળમાં આકર્ષણની વાત છે. આધુનિક વિજ્ઞાન સેઝ અસ્તિત્વનો એકએક કણ અન્ય પ્રત્યેક કણને આકર્ષે છે ‘ને તેના પરત્વે આકર્ષાઈ રહ્યું છે. ભારતીય દર્શનશાસ્ત્ર ઉવાચ દરેક આત્મા એકબીજા સાથે જોડાયેલો છે ‘ને તે તેમ કરીને સર્વેના આદિ આત્માને આકર્ષે છે, વત્તા કુલ આત્મા તરફ આકર્ષાય છે.

રાગને મુખ્ય સગપણ છે લસ્ટ સાથે. મદ, વિલાસ, વાસના, લોલુપતા, હવસ. શરીર જ ‘ને અજ્ઞાન જેવા સમાનાર્થી જેના હોય એ શબ્દ કમ ના હોય. લસ્ટર એ શબ્દની દેન છે. પ્રભા, આભા કરતાં કાબેલ પર્યાય છે લક્ષ્મી, શ્રી. શુભા(લાભા નહીં). રાગ ‘ને રોગ બંનેનું કુટુંબીજન છે રસ. આયુર્વેદ મુજબ કુલ સાત ધાતુના બનેલા શરીરયંત્રમાં અનન્ય ધાતુ છે રસ. સરવું પરથી જે શબ્દ બન્યો તે સીરમ. શરીરનો સાર. શુક્ર, જેની સાથે પેશનનો હિસાબ ચાલે. અલબત્ત, આ રાગ ‘ને રસમાં ઘણો ફરક. એમાં રસપરમ ફરક એ કે રાગનું ફળ એટલે રોગ. ‘ને રસનું ફળ એટલે રાસ.

આયુર્વેદ સિવાય પણ આધ્યાત્મવિદ્યામાં રસ + આયન = રસાયણ શબ્દ ઉપયોગમાં લેવાય છે. ભક્તિ કે રાજયોગ કે અન્ય સાધન માટે. જ્યારે રાગાયનનું શાસ્ત્ર છે કામસૂત્ર. કામદેવ એ ગોડ ઓફ લસ્ટ કે પેશન છે. વાત્સ્યાયને પ્રેમસૂત્ર નામ નથી રાખ્યું. પ્રેમના દેવ છે કૃષ્ણ. જે આકર્ષણનો આદિ વા અંત છે તે કૃષ્ણ રસના દેવ છે. કૃષ્ણની વાંસળી રાગ આલાપે ત્યારે રાસનું સર્જન થાય છે. તો કામ સ્વયં એ રાગ છે જેના લેપનથી શાસ્ત્રો મુજબ કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, શરમ, ઘૃણા, ભય જેવી આઠ રસ્સીનું પ્રસર્જન થાય છે. શૃંગાર, રૌદ્ર, હાસ્ય, અદ્ભુત, વીર, કરુણ, બીભત્સ, ભયાનક જેવા કળાના રસ આપણે જાણીએ છીએ. કહે છે એ આઠ રસ્સી સામે આઠ રસી છે દયા, ક્ષમા, અનસૂયા, શૌચ, અનાયાસ, મંગલ, અકાર્પણ્ય, અસ્પૃહા. ખેર, સરવાળે શાંત રસ હોય તો સાતે સાગરમાં નાહ્યા.

રસ ‘ને રાગના દ્વંદ્વની વાત એટલે કે વસંત ‘ને વેલેન્ટાઇનનો ડ્યુઓ દ્વાર ખખડાવે છે. કામસૂત્રમાં બે ઉત્સવનો ઉલ્લેખ છે. મદનોત્સવ ‘ને સુવસન્તક. ‘માત્સ્યસૂક્ત’ ‘ને  ‘હરિભક્તિવિલાસ’ જેવા ગ્રંથો મુજબ વસંત ઋતુનો અવતાર માઘ સુદિ પાંચમે થાય. ‘સરસ્વતી કંઠાભરણ’ મુજબ સુવસંતક ત્યારે ઊજવાય. ‘દશકુમારચરિત’ જેવા ગ્રંથો મુજબ મદનોત્સવ ફાગણ સુદિ પૂનમનો તહેવાર યાને હોળી-ધુળેટી. મદન શબ્દ ઘણી વાર કામ કે રાગ માટે વપરાય છે, પરંતુ એ ઉત્સવ વિષે લખનારાને આપણે આપણા કરતાં વિદ્વાન, ચતુર એવં અર્થનિષ્ઠ માનીશું. એમણે મદનસૂત્ર નથી કીધું કે કામોત્સવ નથી કીધો. મદનનો અર્થ અહીં પ્રેમ, રસ કે મદ ઉર્ફે નશાનો નકાર કરવો રહ્યો. કામદેવ શેરડીનું ધનુ, પતંગિયા ચ મધુમખ્ખીની પણછ ‘ને ફૂલોનું તીર ચલાવી શાંતિમાં રિંગ્સ પ્રોડ્યુસ કરીને રોન્ગ દિશામાં ફૂલ(મૂર્ખ)ને લઈ જઈને એને ફૂલ(પૂર્ણ)માંથી ભાગિયો કરે છે. ત્યાં ભાગ્ય જન્મે છે. ત્રીજા પક્ષે અઉમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ સ્વરૃપમ કામેશ્વર શિવ છે. જ્યાં ભગવાન છે અને રાઇટ ડિરેક્શનમાં છે રંગનું રસાયણ યાને વસંતનું ઓર્ગેઝમ હોળી-ધુળેટી. અહીં ભગવત થવાય છે. સુવસન્તક સરસ્વતી માને વિવેકનું સ્થાપન કરે ‘ને મદનોત્સવ રહ્યાસહ્યા રાગ બાળી યોગ્ય રસમાં સૌને નવપલ્લવિત કરે.

ના, આ અંધધાર્મિક કે વૈરાગની વાત નથી. સિમ્પ્લી બે નીરોગી આંખનો યોગ થાય એટલે દ્રષ્ટિ ત્રીજી આંખનો ધર્મ બજાવે. ઇન શોર્ટ રગેરગના રાગ ઠેકાણે આવે ‘ને યોગ્ય રસના સૂર સરે ત્યારે સુ + રગ = સ્વર્ગ મળે. યારાઝ, સોચો વસંત એટલે શું? ‘વ’ અર્થાત્ પાવરફુલ. ‘ત’ અર્થાત્ કુશક્તિ ચોરનાર ‘ને સુશક્તિનું રક્ષ તેમજ રત્ન કે ઘરેણું પણ થાય. ક્ષમતા, સામર્થ્ય કે બળથી અલંકાર તેમજ તેના ચોર ‘ને રક્ષક પર સમભાવ રાખે તે છે વસંત! અજુબા જેવા ‘ત’માં સ્વયં જનરેશન, ઑપરેશન ‘ને ડિસ્ટ્રક્શન સાક્ષાત છે. ‘વસ’ એટલે રહેવાસ. ‘ત’ને જે રહેઠાણ આપે છે તે વસંત! ‘વસન’ એટલે વસ્ત્ર પણ થાય. ‘ત’ને જે વસ્ત્ર આપે, કલેવર આપે, અભિવ્યક્તિ-ઓળખ આપે તે વસંત! સામાન્ય નજરે વ + સંત જોઈએ તો? એબલ ‘ને સ્ટ્રોન્ગ સંત એટલે વસંત! શિયાળા ‘ને ઉનાળાની સંગમ વેળાએ વસંત કહે છે હે હ્યુમન, તું ભલે મને ગ્લોબલ-વૉર્મિંગ આપે, પણ હું તને હ્યુમન-વૉર્મિંગ આપું છું તે માણ. ગ્લોબનું હ્યુમન થવું એટલે વસંત! સંત = એસ્કેટિક, જોય. વસ = અધિકાર, અનુજ્ઞા. સંયમનો હક્ક ‘ને મુક્ત થવાના હુકમનો આનંદ એટલે વસંત!

અંગ્રેજી શબ્દ સ્પ્રિંગના મૂળમાં સ્પૃહ્યતિ યાને તીવ્ર ઇચ્છા કરવી છે. વસંતમાં કુદરત હાથવગી થાય છે. બિલકુલ સમક્ષ. શોધવાનો સવાલ જ નથી. એને ‘સી’ કરો એ પહેલાં  એ ‘શો’ થાય છે. વસંતની નજીક, પાસે જવું ‘ને જોડે, સાથે થવું તે આપણા પર. સમકક્ષ થવું કે એક થવું પોતાના પર. સેન્સ બરાબર હોય તો સર્વે મનુષ્ય ખુદ પ્રકૃતિ છીએ એ સાનમાં આવી જાય. વસંત સમજદાર માટે વાર્ષિક ઇશારો માત્ર છે. નેચર કહે છે આઇ એમ ઇન્ડિપેન્ડન્ટ! તું હોય કે ના હોય હું છું તથા રહીશ. મેં જોઈ લીધું છે કે તેં વીતેલા મહિનાઓમાં શું કર્યું છે! મૂર્ખ માનવી, ઉત્ક્રાંતિમાં તું સર્વાઇવ નથી થયો કિન્તુ મેં તારું એક્ઝિસ્ટન્સ ટકાવ્યું છે. બેશક, જો તને એવું લાગતું હોય કે વી આર પાર્ટ ઓફ ઇચ અધર તો ટોટલ સ્વમાં બધાં સ્વતંત્ર હોઈશું. વસંત એ કુદરતનો મનુષ્ય સહિતની પૃથ્વીની તરફેણમાં ચુકાદો છે. તમામ અભિવ્યક્તિ ‘ને ઓળખની પુષ્ટિ છે. વસંત કવિને પડકાર આપે છે- ક્યાં છે તારા શબ્દો? ક્યાં છે તારું કવન? અને એ તલવારનો મ્યાન સાથે ટંકાર માત્ર કરે છે ‘ને રંગ-રસની આકાશગંગા ફુવારવા લાગે છે. કવિ બાળસહજ વિસ્મય પામે છે ‘ને ખુદને વિસારી નિર્દોષ કાલા કાઢવા માંડે છે. બસ, ત્યારે મમ્મી નેચર કવિ બચ્ચાને તેડી લે છે.

વસંત એટલે રંગેશ! કોઈ પણ રંગને વધાવો, આખરે એ વધામણાં વસંતને જ પહોંચે છે, પણ વધાવવાનું શું કામ?

ના રે, એ કોઈ કામ નથી. વધાવવું એ જોબ કે વર્ક નથી. કર્મ નથી. ઓટો-એક્ટ છે. મનુષ્ય ઊછળી ઊછળીને કહી શકે છે- હું પણ નિસર્ગ છું. વીતેલા મહિનાઓમાં એ ભૂલી ગયેલો. એણે પ્રયત્ન પણ કરેલો કે હું એ હું ‘ને તું એ તું, હું જ ઈશ્વર છું! પણ, વસંત આવે છે. એનામાં પણ, અને એ કહે છે. તું ય ઈશ્વર છે ‘ને હું ય માનવી છું! એ નાચે છે કારણ કે કર્મ અને કર્તા ત્યાં એક થાય છે. તેના નર્તનમાં નૃત્ય ‘ને નર્તક એક થાય છે. ‘છે’ ‘ને ‘હોવાપણું’ જોડાઈ જાય છે. સમયમય થવું એટલે વસંત! માનવી નાચતો-નાચતો ગાય છે ‘તું મારો સ્વભાવ ‘ને હું તારો સ્વભાવ’. સ્વાભાવિકપણાનો સાક્ષાત્કાર એટલે વસંત! કણ કણમાં ‘ને ક્ષણ-ક્ષણમાં થતાં અહમ વસંતાસ્મિના બ્રહ્મનાદ માટે આપણે ઋતુનાથ ‘ને રસનૃપ એવા મધુમાસનો વંદન સહ આભાર માનીએ એટલો ઓછો છે.

બુઝારો!

પ્રથમ વસંત નવીન ઋતુ આવી
ચૈત્ર વૈશાખ સુંદર ઋતુ સમજાઈ

ચંદનના વસ્ત્ર ધારણ કરીને દેહે 
સિંદૂર દઈ સસ્મિત સેંથો ભરે જે… 

– સૂફી કવિ મલિક મુહમ્મદ જાયસીના
‘પદ્માવત’માંથી ભાવાર્થ.

——————————–.

Maharshi Shukla

Recent Posts

Hyundaiની નવી કોમ્પેક્ટ SUV મે મહિનામાં થઇ શકે છે લોન્ચ

હુંડાઇ મોટર ઇન્ડિયાએ પોતાની અપકમિંગ કોમ્પેક્ટ SUV Styxનો નવું ટીઝર રજૂ કર્યું હતું. હુંડાઇ સ્ટાઇક્સ ગત વર્ષે શોકેસ કરેલ કારલિનો…

13 hours ago

ડાયા‌િબટિક રેટિનોપથીની તપાસમાં પણ હવે ‘એઆઈ’નો ઉપયોગ

વોશિંગ્ટન: સ્વાસ્થ્યના ક્ષેત્રમાં નવી નવી ટેકનિક આવવાથી ઘણી ગંભીર બીમારીઓની ઓળખ કરવાનું અને તેનો ઉપચાર સરળ બની ગયો છે. કેન્સર…

14 hours ago

100 પશુઓ માટે ફોટોગ્રાફરે આરામદાયક જિંદગી અને સફળ કારકિર્દીને છોડી દીધી

(એજન્સી)મોસ્કોઃ દરિયા પુસ્કરેવા રશિયાની રાજધાની મોસ્કોની એક સફળ ફોટોગ્રાફર હતી, પરંતુ એક દિવસ તેણે આરામદાયક જિંદગીને છોડીને જંગલમાં રહેવાનું નક્કી…

14 hours ago

ઈલેક્ટ્રિક કારથી ત્રણ વર્ષમાં 90,000 કિ.મી.ની કરી યાત્રા

(એજન્સી)હોલેન્ડ: એક ઈલેક્ટ્રિક કાર ડ્રાઈવરે લોકોના સહયોગથી ત્રણ વર્ષમાં ૯૦,૦૦૦ કિ.મી.ની યાત્રા કરી. ઝીરો કાર્બન ઉત્સર્જનનો સંદેશ લઈને વિબ વેકર…

14 hours ago

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ આ અઠવાડિયે આપને પુષ્કળ પ્રમાણમાં મહત્‍વના લાભો મળવાના છે એમ ગણેશજીનું માનવું છે. આપનો કરિશ્‍મા, આત્મવિશ્વાસ અને અંત:સ્‍ફુરણા એટલા સક્રિય…

14 hours ago

મિત્રએ ઉધાર લીધેલા 25 હજાર આપવાના બદલે મોત આપ્યું

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીની ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સામાન્ય બાબતોમાં તેમજ રૂપિયાની લેતીદેતી જેવી…

15 hours ago