રેલ બજેટમાં મહિલાઓ માટે આ છે ખાસ

નવી દિલ્હી: રેલવે મંત્રી સુરેશ પ્રભુએ રેલ બજેટ 2016માં મહિલાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ટ્રેનમાં મહિલા સુરક્ષાને લઇને અનામત સુધી, મહિલાઓને રેલ બજેટમાં ઘણી ભેટ આપવામાં આવી છે. એટલું જ નહી જે મહિલાઓ બાળકોને લઇને ટ્રેનમાં મુસાફરી કરી રહી છે તેમનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

મહિલાઓ માટે આ છે ખાસ
1. મહિલાઓની સુરક્ષા જરૂરી, હેલ્પલાઇન નંબર હશે 182
2. સુરક્ષાના ભાગરૂપે કોચની વચ્ચે મહિલાઓ માટે રીઝર્વેશન કરાશે.
3. 311 સ્તેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.
4. દરેક કેટેગરીમાં 30 ટકા સીટો મહિલાઓ માટે અનમાત રખાશે.
5. ટ્રેનમાં મુસાફરી કરી રહેલી મહિલાઓના નાના બાળકો માટે અલગથી ભોજન ઉપલબ્ધ થશે.

You might also like