ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે સિયાચિન શું છે સિયાચિન વિવાદ? જાણો ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે સિયાચિન

નવી દિલ્હી: દુનિયાના સૌથી ઉંચા યુદ્ધક્ષેત્ર સિયાચિનમાં 10 સૈનિકો મોતને ભેટ્યા બાદ સિયાચિન વિવાદ ફરીથી ચર્ચામાં આવી ગયો છે. જો કે તાજેતરમાં જ ભારતીય સેનાના 10 જવાન સિયાચિનમાં હિમસ્ખલનના લીધે બરફ નીચે દટાઇ ગયા હતા. તેમાંથી એક જવાન હનુમંથપ્પાને 6 દિવસ બાદ જીવતો કાઢવામાં આવ્યો હતો પરંતુ કેટલાક અંગો ન કરવાના લીધે તેનું મોત નિપજ્યું. આ પહેલીવાર બન્યુ નથી કે સિયાચિનમાં કોઇ ભારતીય સૈનિકનું મોત બરફમાં દટાઇ જવાથી નિપજ્યું હોય.

આ પહેલાં પણ હજારો ભારતીય અને પાકિસ્તાની સૈનિક હિમસ્ખલનના લીધે પોતાનો જીવ ગુમાવી ચૂક્યાં છે. પરંતુ બંને દેશોમાંથી કોઇપણ દેશ અહીંથી પોતાની સેનાને હટાવવા માટે તૈયાર નથી. જાણો શું છે સિયાચિન વિવાદ અને આ વિસ્તાર ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે.

1. સિયાચિન વિવાદ: સમુદ્ર તટથી 16-18 હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત સિયાચિન ગ્લેશિયરના એક તરફ પાકિસ્તાની સીમા છે તો બીજી તરફ ચીનની સીમા અક્સાઇ છીન આ વિસ્તારમાં છે. બંને દેશો પર નજર રાખવા માટે આ વિસ્તાર ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 1984માં પાકિસ્તાન સિયાચિન પર કબજાની તૈયારીમાં હતો પરંતુ યોગ્ય સમય પર તેની જાણકારી મળતાં સેનાએ ઓપરેશન મેઘદૂત લોન્ચ કર્યું. 13 એપ્રિલ 1984ના રોજ સિયાચિન ગ્લેશિયર પર ભારતે કબજો કરી લીધો. આ પહેલાં આ વિસ્તારમાં ફક્ત પર્વતારોહી આવે છે. હવે અહીં સેના સિવાય બીજા કોઇને આવવાની મનાઇ છે. 2003માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સંધિ થઇ ગઇ. તે સમયથી આ વિસ્તારમાં ફાયરિંગ અને ગોળીબારી થવાની બંધ થઇ ગઇ.

વિવાદનું કારણ: 1972ના શિમલા કરારમાં આ વિસ્તારને વેરાન ગણાવવામાં આવ્યો એટલો આ વિસ્તાર માણસોને રહેવા લાયક નથી. આ કરારમાં એ કહેવામાં આવ્યું નથી કે ભારત અને પાકિસ્તાનની સીમા સિયાચિનમાં ક્યાં હશે. ત્યારબાદથી આ વિસ્તાર પર પાકિસ્તાને પોતાનો અધિકાર દાખવવાનું શરૂ કરી દીધું. આ ગ્લેશિયરના ઉપરના ભાગ પર પાકિસ્તાનનો કબજો છે.

સિયાચીનની રક્ષા કરતા ભારતીય સૈનિકો વિષે 10 તથ્યો

સિયાચિનમાં જવાનોના સૌથી મોટા દુશ્મન: ભારત અને પાકિસ્તાન બંને દેશના જેટલા સૈનિક અહીં પરસ્પર લડાઇના લીધે મૃત્યું પામ્યા છે, તેનાથી પણ વધુ સૈનિકો અહીં અપૂરતા ઓક્સીજનનાલીધે અને હિમસ્ખલનના લીધે મૃત્યું પામ્યા છે. અહીં મોટાભાગનો સમય શૂન્યથી વધુ 50 ડિગ્રી નીચે તાપમાન રહે છે. એક અનુમાન મુજબ અત્યાર સુધી બંને દેશોના કુલ મળીને 2500 જવાનોએ અહીં પોતાનો જીવ ગુમાવ્યો છે. એક વેબસાઇટના આંકડાનું માનીએ તો 2012માં પાકિસ્તાના ગયારી બેસકેમ્પમાં હિમસ્ખલનના લીધે 124 સૈનિકો અને 11 નાગરિકોના મોત નિપજ્યા હતા.

You might also like