આપકે ટૂથપેસ્ટ મેં ક્યા હૈ? સંશોધકો કહે છે ઝેર હોય છે

સવારમાં ઊઠીને ટૂથબ્રશ પર ટૂથપેસ્ટ લગાવીને દાંત સાફ કરવા એ મોટા ભાગના લોકોનો નિત્યક્રમ હોય છે. ટૂથપેસ્ટ બનાવતી અનેક કંપની માર્કેટમાં છે અને ગ્રાહકોને આકર્ષવા અવનવા પ્રયોગો કરતી હોય છે. અમારી ટૂથપેસ્ટમાં આ છે? એક સાથે અનેક વિષાણુઓનો ખાતમો બોલાવી દે છે? દાંતને મજબૂત બનાવે છે? વગેરે વગેરે.

આ ધંધો કરવા આવતી કંપનીઓના પોકળ દાવા છે પણ હકીકત એ છે કે ટૂથપેસ્ટમાં ઝેર હોય છે. ખ્યાતનામ ટોક્સિસ લિંક દ્વારા થયેલા સરવેમાં જાણવા મળ્યું હતું કે ટૂથપેસ્ટ અને હેન્ડવૉશમાં ટ્રાઈક્લોસન નામનું કેમિકલ હોય છે. જેના લીધે કેન્સર, લિવર અને ડિપ્રેશન જેવી બીમારી થવાની શક્યતા વધી જાય છે.

દિલ્હીમાં લેવાયેલાં સેમ્પલોમાં ૭૨ ટકા સેમ્પલ એવાં મળ્યાં હતાં જેમાં કેમિકલ ભરપૂર માત્રામાં હતું. ટૂથપેસ્ટના સેમ્પલમાં ટ્રાઈક્લોસન ૩૦૦૦ પીપીએમ (પાર્ટ્સ પર મિલિયનની માત્રાથી પણ વધારે હતું. સંશોધકોનું કહેવું છે કે ઘણી ટૂથપેસ્ટમાં પોલિથીન ગ્લાઈકોલ્સ નામનો પદાર્થ જોવા મળે છે જે તમારા શરીરમાં ઝેર ફેલાવવાનું કામ કરે છે અને મગજ, કિડની ને હૃદયને નુકસાન કરે છે.

જે ટૂથપેસ્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ તે એસએસએસ (સોડિયમ લોરિયલ સલ્ફેટ જેવા કેમિકલના ઉપયોગથી બનાવવામાં આવે છે. ટૂથપેસ્ટમાં સોર્બિટોલ જેવો મીઠો પદાર્થ ઉમેરવામાં આવે છે જેનાથી પાચનક્રિયા નબળી પડે છે. ટૂથપેસ્ટમાં જોવા મળતું ફ્લોરાઈડ બાળકોના મગજ પર અસર કરે છે. જેનાથી તેના મસ્તિષ્કનો વિકાસ અવરોધાય છે અને ઓટિઝમ કે ડિસ્લેક્સિયા જેવી બીમારી પણ થઈ શકે છે.

You might also like