જાણો ભારતીય ખેલાડી ટી-શર્ટ પાછળ મહિલાનું નામ પાછળનું રહસ્ય

અમદાવાદ : ભારતીય ટીમના ખેલાડીઓ શનિવારે જ્યારે વિશાખાપટ્ટનમમાં ન્યૂઝીલેન્ડ સામે પાંચમી અને અંતિમ વનડે રમવા માટે મેદાનમાં ઉતર્યા તો તેઓનો અંદાજ અનોખો હતો. ખેલાડીયોની ટી-શર્ટનો રંગ તો વાદળી હતો જ પરંતુ ટી-શર્ટ પર તેમનું નહિ પણ તેમની માતાનું નામ લખવામાં આવ્યું હતું. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની માતા દેવકીના નામની જર્સી પહેરી હતી.

ટોસ દરમિયાન ધોનીને પૂછવામાં આવ્યું હતું કે શા માટે માતાના નામની ટીશર્ટ પહેરીને મેદાનમાં ઉતરી છે ટીમ ઇન્ડિયા ત્યારે તેણે કહ્યું હતું કે ‘આપણે પિતાના નામને અટક તરીખે રાખવા માટે ટેવાયેલા છીએ. પરંતુ જરૂરી છે કે માતા જે યોગદાન આપે છે તેમનું પણ સમ્માન કરવામાં આવે. આ ઘણો લાગણીમય સંબંધ છે અને સારી વાત છે કે તેને સાર્વજનિક મંચ પર દેખાડવામાં આવી રહ્યું છે. હું સમગ્ર ભારતને આગ્રહ કરવા ચાહું છું કે તેઓ આ વાત યાદ રાખે અને દરરોજ પોતાની માતાને સમ્માન આપે.’

તેમણે કહ્યુ, ‘આપણે હંમેશાં સૈનિકો વિશે વાત કરતા હોઈએ છીએ અને 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ પહેલા કેટલાક લોકો રાષ્ટ્રભક્ત બની જાય છે. જરૂરી છે કે આપણે સૌ ઊઠીને તેઓનો આભાર વ્યક્ત કરીએ.’ભારતીય ઇનિંગ્સની શરૂઆતમાં ઉતરેલા અજિંક્યા રહાણેની ટીશર્ટ પર તેમની માતા નામ સુજાતા લખેલું હતું. જ્યારે કે રોહિત શર્માની ટીશર્ટ પર તેમની માતાનું નામ પૂર્ણિમા શર્મા લખ્યું હતું. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી મેચ પહેલા વિરાટ કોહલી, ધોની અને અજિંક્યા રહાણે આ સંબંધી જાહેરાતમાં પણ જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વાતના વખાણ થઈ રહ્યા છે.

You might also like