અેક્ટવ ફૂડ અેટલે શું ? 

અેક્ટિવ ફૂડ અેક નવો કન્સેપ્ટ છે. જેમાં સ્વાસ્થ્યવર્ધક ભોજન ઉપલબ્ધ થાય છે. ટ્રાવેલર બિઝનેસમેનને હોટેલ્સમાં ૨૪૭ ભોજન મળે તેવો અેક્ટિવ ફૂડનો હેતુ છે.
અેક્ટવ ફૂડ કન્સેપ્ટ લાવનારા અાજના રખડુ જીવન ધરાવતા અેક્ટિવ લોકો માટે રીફ્રેશ, રીફ્યુઅલ અને રીન્યુ કરે તેવું ભોજન અાપવા ચોવીસે કલાક અેક્ટિવ રહે છે.
અેક્ટિવ ફૂડનો મૂળ હેતુ સ્વાસ્થ્ય માટે સભાન અાધુનિક યાત્રીને લો ગ્લાઇસેમિક ફૂડ અને ઘર જેવું ભોજન અાપવાનો છે.
સ્વાસ્થ્યવર્ધક ભોજન બોરિંગ મનાય છે, પરંતુ તેને સ્વાદિષ્ટ બનાવી સ્વાસ્થ્યવર્ધક ભોજન પીરસવાના અા કન્સેપ્ટથી ઊર્જા મળે અને મૂડ સારો થાય છે.

ભોજનમાં ડાર્ક ચોકલેટ, હોલ વ્હીટ વોલનટ મફિન, બ્લ્યુબેરી સ્મુધી, ગેટવે ઢોસા, જે પ્રો-બાયોટિક પ્રેપરેશનથી નવ જાતનાં અનાજ-કઠોળમાંથી બનાવાય છે.
ભોજનમાં સફરજન, બાર્લી, અોટસ, અનપોલિશ્ડ ચોખા, લીટસ સલાડ, દહીં, વિવિધ અાૈષધિઅો યુક્ત યુનિક ટોમેટો સૂપનો સમાવેશ થાય છે.

અેક્ટિવ ફૂડમાં પોષક તત્ત્વોનું ધ્યાન રખાય છે, જેમાં અેન્ટિઅોક્સિડન્ટસ, ફીટો કેમિકલ્સ હોય છે જે ફ્રી રેડિકલ અને રોગનો સામનો કરી શકે.
મહેમાનોને કાર્બોહાઇડ્રેટસ, હોલગ્રેઇન વાનગી, શાકભાજી, તાજાં ફળો લેવા માટે માર્ગદર્શન અાપવામાં અાવે છે. ફાઇબરવાળું ભોજન યાત્રીને અાખો દિવસ તાજગી અને ઊર્જા અાપે છે અને લો ગ્લાઇકેમિક ઇન્ડેક્સ વજનને પણ કન્ટ્રોલમાં રાખે છે.

You might also like