જાણોઃ આત્મહત્યા કર્યા પછી શું થાય છે આત્મા સાથે!

ધર્મડેસ્કઃ વર્તમાન સમયમાં જીવનમાં એટલી ભાગદોડ થઇ ગઇ છે કે આગળ વધવાના ચક્કરમાં કેટલાય લોકો ડિપ્રેશનમાં આવી જાય છે. જીવનમાં કોઇ જ રસ્તો ન દેખાતા તેઓ આત્મહત્યાનો વિકલ્પ પસંદ કરે છે. આત્મહત્યા સમાજની વરવી વાસ્તવિકતા છે. વ્યક્તિ જ્યારે નાણાકિય, શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે પરેશાન થાય છે ત્યારે આત્મહત્યાનો રસ્તો અપનાવે છે. ઘણી વખત પોતાની અંગત વ્યક્તિને ખોવાને કારણે વ્યક્તિ નીરસ બની જાય છે અને પોતાના જીવનનો ત્યાગ કરે છે. હિંદુ શાસ્ત્રના 18 પુરાણોમાં ગરૂ પુરાણમાં મૃત્યુના દરેક રૂપ અને તેના પછીના જીવન અંગેનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં આત્મહત્યા અંગે પણ વર્ણન કરવામાં આવ્યું છે.

શું થાય છે આત્મ હત્યા પછી?

આ સવાલ અનેક લોકોના મનમાં થશો હશે ત્યારે આ મામલે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થેસોફિસ્ટ હેલેના પેત્રોવાએ જણાવ્યું છે કે આત્મહત્યા સૌથી ખરાબ અપરાધ છે. તેનું પરિણામ પણ ખૂબ જ ભયાનક હોય છે. તો આ અંગે માસ્ટર કુટ હૂમીએ જણાવ્યું છે કે જે લોકો આત્મહત્યા કરે છે તેનો મતલબ એવો નથી કે તેઓ સંપૂર્ણ રીતે મૃત્યુ પામ્યા છે. પરંતુ તે વ્યક્તિને શારીરિક રીતે કોઇ જ કષ્ટ સંસારમાં નથી રહેતા. આત્મહત્યા એક અયોગ્ય કૃત્ય છે. વ્યક્તિ સંઘર્ષ કરતા ગભરાય છે ત્યારે આ રસ્તો અપનાવે છે.

હિંદુ માન્યતા પ્રમાણે અનેક યોનીમાંથી પસાર થયા પછી મનુષ્ય યોની પ્રાપ્ત થાય છે. ત્યારે તેને આત્મહત્યા કરીને વ્યર્થ ન કરવી જોઇએ. જે વ્યક્ત આત્મહત્યા કરે છે તેની આત્માને શાંતી પ્રાપ્ત થતી નથી. તેઓ સર્વગમાં જશે કે નર્કમાં કે પછી પુનઃ જીવન પ્રાપ્ત થશે તે તેના કર્મ પરથી નક્કી થાય છે. પણ આવી આત્મા અધર લટકતી રહે છે. તેઓ ત્યાં સુધી અંતિમ સ્થાન સુધી પહોંચી નથી શકતા જ્યાં સુધી તેમનો સમય પૂરો ન થાય. એટલે કે કોઇ વ્યક્તિનું આયુષ્ય 70 વર્ષનું હોય અને તે 30 વર્ષ આત્મહત્યા કરી લે તો 40 વર્ષ સુધી તેની આત્મા ભટકતી રહે છે. હિંદુ ધર્મ પ્રમાણે આત્મહત્યા પછી જે જીવન મળે છે.  તે વધારે કષ્ટદાયી હોય છે.

માનવ જીવનના સાત તબક્કા છે. જે વ્યક્તિનું મૃત્યુ કુદરતી થાય છે. તેમની આત્મા ભટકતી નથી. પરંતુ જે લોકો આત્મહત્યા કરે છે. તેમના જીવનના ચરણ પૂરા ન થાય ત્યાં સુધી ભટકતા રહેવું પડે છે. દરેક વ્યકિતના જન્મ અને મરણ નિશ્ચિત છે. પરંતુ તે જ્યારે પ્રકૃતિની વિરૂદ્ધ જઇને પગલું ભરે છે ત્યારે તે આત્માની મુક્તિ સરળ રીતે નથી થતી.

You might also like