બજેટમાં શું થયું સસ્તુ શું થયું મોંઘુ?

મોદી સરકારનું આજે ત્રીજુ બજેટ નાણા પ્રધાન અરૂણ જેટલીએ રજૂ કર્યું છે. તેમણે રજૂ કરેલા બજેટમાં સર્વિસ ટેક્સ વધારીને 15 ટકા કરી દીધો છે. તેથી જ જે વસ્તુઓ પર સર્વિસ ટેક્સ લાગે છે તે બધી જ વસ્તુઓ મોંઘી થઇ જશે.  ત્યારે કઇ વસ્તુઓ મોંઘી થઇ અને કઇ વસ્તુઓ સસ્તી થઇ તેની પર એક નજર કરીએ. મોંઘી થયેલી વસ્તુઓની વાત કરીએ તો  મોજશોખની દરેક વસ્તુઓ મોંઘી થઇ છે. બીડી સિવાયની તમાકુની બઘી જ પ્રોડક્ટ, મોબાઇ બિલ, વીમા પોલિસી, કેબલ, બ્યુટી પાર્લર, રેડિમેડ કપડા, એસયુવી કાર, જ્વેલરી, રેસ્ટોરાંમાં જમવાનું, મૂવી, ટીવી, એર ટ્રાવેલ જેવી તમામ સેવાઓ અને સુવિધાઓની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે  ઇલેક્ટ્રિક કાર, વિકલાંગો માટેના ઉપકરણો, ડાયાલિસિ ઉપકરણો સસ્તા બન્યા છે.

You might also like