મહિલાઓનાં જીવનમાં સેક્સ માત્ર દૈહીક ક્રિયા નહી પરંતુ બીજુ ઘણુ

મુંબઇ : પુરૂષોની જેમ જ મહિલાઓની પાસે પણ સેક્સ કરવાનાં કેટલાક કારણ હોય છે. જો કે, મહિલાઓ માટે સારા સેક્સ સંબંધોની પરિભાષા પુરૂષોની અપેક્ષા કંઇક અલગ હોય છે. મનોવૈજ્ઞાનિક સિંડી મેસ્ટન અનેડેવિડ બુસે પોતાના પુસ્તક why women have sexમાં તેનો વિસ્તારપુર્વક ઉલ્લેખ કર્યો છે. મનોવૈજ્ઞાનિકોના અનુસાર મહિલાઓ માટ્ર પ્રેમમાં જ સેક્સ નથી કરતી પરંતુ તેની પાછળ 237 અલગ અલગ પ્રકારનાં કારણો હોય છે.

જો તમે એવુ માની રહ્યા છો કો મહિલાઓ સેક્સના મુદ્દે વધારે મુક્ત નથી હોતી તો તમે ખોટા હોઇ શકો છો. લગભગ એક હજાર મહિલાઓ પર થયેલ સંશોધન અનુસાર મહિલાઓ સેક્સ માત્ર પ્રેમ માટે નહી પરંતુ પુરૂષોનો સારો સાથ મેળવવા માટે, આત્મવિશ્વાસ વધારવા માટે, ઘરમાં પોતાનો હક્ક જમાવવા માટે તથા માથાના દુખાવા જેવી સમસ્યાઓનાં નિદાન માટે પણ સેક્સ કરવું પસંદ કરતી હોય છે.

મનોવૈજ્ઞાનિકોએ પોતાનાં પુસ્તકમાં કહ્યું કે, મહિલાઓ કેટલીક વખત સારા એવા ચાર્મિંગ પુરૂષોને છોડીને ટકલા અને નિચલા લોકોને પણ હમસફર તરીકે પસંદ કરે છે. તેનું કારણ તે પુરૂષની કમાણી, ઘરને મદદ કરવાની ક્ષમતા અને વિશ્વાસ હોય છે. સંશોધન અનુસાર મહિલાઓ પોતાને સાથીની પસંદગી ડાર્વિનની થિયરી સર્વાઇવલ ઇઝ ધ ફિટેસ્ટના આધાર પર કરતી હોય છે. આ ચોંકાવનારૂ હોઇ શકે છે, પરંતુ અભ્યાસ અનુસાર મહિલાઓના પ્રમાણ પણ અલગ અલગ હોય છે, જે ઘણા લાભકારક હોય છે.

મનવૈાનિકોએ મહિલાઓની વિવિધતાપુર્ણ વિચારનો હવાલો દેતા લખ્યું છે કે જો તમામ મહિલાઓ લાંબા કદના પુરૂષોને જ પસંદ કરવા લાગશે પછી નાના કદના લોકોને પુરૂષોને જ પસંદ કરવા લાગશે તો પછી નાના કદનાં લોકો માટે જગ્યા નહી બચે. મહિલાઓ માટે પ્રેમની વાત કરવામાં આવે તો તેઓ સુરક્ષા સાથે જ બાળકોને પ્રેમ કરનારા આત્મવિશ્વાસી લોકોને પસંદ કરતી હોય છે. મહિલાઓ પ્રેમનો ઉપયોગ પ્રેમ વ્યક્ત કરવા, પ્રેમ મેળવવા અને તેને જાળવી રાખવા માટે પણ કરે છે.

You might also like