પુરુષ ઇચ્છે છે ડેટિંગમાં મહિલા પહેલ કરે

728_90

નવી દિલ્હી: કોઇ પણ રિલેશનમાં મહિલા પહેલ કરે છે, તો પુરુષોને આ વાત પસંદ આવે છે. એક ડેટિંગ એપના સર્વેક્ષણમાં આ દાવો કરવામાં આવ્યો છે.

‘ટૂલી મેડલી’એ 18 30 ઉંમરની 4,550 પુરુષો અને 2,450 મહિલાઓને લઇને સર્વેક્ષણ કર્યું હતું. સર્વેક્ષણના પ્રતિભાગી પુરુષોમાંથી 62 ટકા લોકોએ સ્વીકાર કર્યો કે ડેટિંગમાં તેમને પહેલ કરી હતી. તો 88 ટકા પુરુષોએ કહ્યું કે જ્યારે મહિલાઓ પહેલ કરે છે તો તેમને ઘણું સારું લાગે છે.

ડેટિંગ પર જવાની બાબતે 52 ટકા મહિલાઓ ડટ નિયમોને સાચા માને છે, જ્યારે 45 ટકા મહિલાઓ માને છે કે પહેલી ડેટ ઉપર પુરુષોએ બિલ આપવું જોઇએ.

કપડાંની બાબતે 91 ટકા મહિલાઓ પુરુષોને ડેટિંગ પર સફેદ ટીશર્ટ અને બ્લૂ જીન્સમાં જોવાનું પસંદ કરે છે. ટેટૂની બાબતે 83 ટકા મહિલાઓએ કહ્યું છે કે તેમને ટેટૂ વાળા પુરુષ પસંદ આવે છે, તો 89 ટકા પુરુષોએ એવી મહિલાઓને પસંદ કરી છે જેને ટેટૂ કરાયું હતું.

સર્વેક્ષણમાં રહેલા 58 ટકા મહિલાઓએ માન્યું કે તે ડેટિંગ પર જતાં પહેલા સોશિયલ મિડીયા પર તે પોતાના પુરુષ મિત્રની પોસ્ટ જોવે છે. તો બીજી બીજુ 51 ટકા પુરુષોએ એવો સ્વીકાર કર્યો છે. સર્વેક્ષણમાં એક બીજી વાત સામે આવી છે શ્વાસની દુર્ગધમાં પુરુષ અને મહિલાઓ બંને સમાન રૂપથી દૂર રહે છે.

You might also like
728_90