તમે શું બોલવા જઈ રહ્યા છો તે પણ જાણી શકાશે

ટોકિયો: કોઈ પણ વ્યક્તિનું મગજ વાંચવાની વાત અત્યાર સુધી એક કહેવત જેવી હતી, પરંતુ હવે તે સાચી બનવા જઈ રહી છે. વિજ્ઞાનીઓએ એવી ટેક‌િનક વિકસાવી છે, જે મગજના તરંગોનું વિશ્લેષણ કરીને એ જાણી શકે છે કે સામેવાળી વ્યક્તિ શું બોલવાનો પ્રયત્ન કરી રહી છે. બોલવામાં અક્ષમ હોય તેવા લોકો માટે અા ટેક‌િનક વરદાન સાબિત થશે.

જાપાનની તોયોહાસી યુનિવર્સિટી અોફ ટેક્નોલોજીના સંશોધકોઅે અા ટેક‌િનક વિકસાવી છે, જેમાં વિજ્ઞાનીઓએ મગજના ઇઇજીની મદદથી શૂન્યથી નવ સુધીની ગણતરી યોગ્ય રીતે વાંચી તે ૧૮ પ્રકારની જાપાની બોલીઅોને અોળખવામાં પણ સક્ષમ છે. અા ટેક‌િનક ૬૧ ટકા સુધી સાચી છે.

અા ટેક‌િનકની મદદથી વિજ્ઞાનીઓ ભવિષ્યમાં ઈઈજી પર અાધારિત ટાઈપરાઈટર બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે. અત્યાર સુધી અા પ્રકારની ટેક‌િનક ડેટાની કમીના કારણે યોગ્ય રીતે કામ કરી શકતી ન હતી. હવે વિજ્ઞાનીઓએ એવું ફ્રેમવર્ક તૈયાર કર્યું છે, જે ન્યૂનતમ ડેટાની મદદથી યોગ્ય પરિણામ અાપવામાં પણ સક્ષમ છે.

શરીરના હલનચલનથી વીજળી બનશે
કાગળ પર ડિઝાઈન બનાવવાની ચીન અને જાપાનની પ્રાચીન પેપર ક‌િટંગ કળાથી પ્રભાવિત થઈને વિજ્ઞાનીઓએ એક કાગળ અાધારિત હળવું ઉપકરણ તૈયાર કર્યું છે. અા ઉપકરણ સેન્સર અને ઘડિયાળને શક્તિ અાપવા માટે શરીરના હલનચલનથી ઊર્જા પ્રાપ્ત કરે છે. પોર્ટેબલ ઇલેક્ટ્રો‌િનક ઉપકરણોમાં સફળ થયા બાદ તેને હવે રિચાર્જ માટે દીવાલ પર બનેલા સોકેટમાં લગાવવું પડે છે. ઘડિયાળ, સાંભળવાનાં મશીન અને હાર્ટ મો‌િનટર જેવાં પોર્ટેબલ ઇલેક્ટ્રો‌િનક ઉપકરણોને મોટા ભાગે અોછી ઊર્જાની આવશ્યકતા પડે છે. તેઅો કેટલાક સમયથી નેનો જનરેટર પર કામ કરી રહ્યા છે, જે અાપણી ચારે તરફ રહેલી મિકે‌િનકલ એનર્જીને વીજળીમાં બદલી શકે છે. અાપણા શરીરના હલનચલનથી પણ ઊર્જા ઉત્પન્ન થાય છે.
http://sambhaavnews.com/

You might also like