ઋષિકેશમાં રજનીકાંતે એવું શું જોયું કે તે…

સુપરસ્ટાર રજનીકાંત તેમની આધ્યાત્મિક યાત્રા દરમિયાન ઘણા દિવસો ઋષિકેશમાં રોકાયા. રજનીકાંતને એવું દ્રશ્ય જોવા મળ્યું કે તેઓ ખુદને ભાવનાત્મક થતા રોકી ના શકયા. ગુરુવારે સ્વામી દયાનંદ આશ્રમમાં રહેતા કેદારઘાટીની આફતના બાળકોની આપવીતી સાંભળીને રજનીકાંતને લાગણીશીલ લાગ્યું હતું. તેમણે બાળકોને ભેટ અને લખાણ સામગ્રીનું વિતરણ કર્યું હતું.

જૂન 2013ની કેદારનાથની આફતમાં પરીવારને ખોઈ ચૂકેલા 40 બાળકોને આશ્રમએ દત્તક લીધા છે. આ ઉપરાંત રજનીકાંતે સંતોને ભોજન પિરસ્યું અને દક્ષિણા પણ આપી હતી. દયાનંદ આશ્રમના મેનેજર ગુણાનંદ રયાલે જણાવ્યું હતું કે, રજનીકાંત શુક્રવારે સવારે દ્વારાહાટ(કુમાઉ) જવા નીકળશે.

આશ્રમના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી, રજનીકાંતના આધ્યાત્મિક ગુરુ છે. ગુરુ સ્થાન દયાનંદ આશ્રમ ખાતે રોકાયેલા અભિનેતા રજનીકાંતે ગુરુની સમાધિના દર્શન કર્યા હતા. અહીં તેમણે ગુરુ દયાનંદ સરસ્વતીની પ્રતિમા સામે 15 મિનિટ સુધી ધ્યાન ધર્યું હતું.

 

You might also like