તમારા ખાતામાથી ગૂમ થયા રૂપિયા તો તરત અજમાવો આ ટ્રીક

નવી દિલ્હી: ભારતમાં હાલમાં રહેલી બેંકોના એટીએમ કાર્ડની જાણકારી ચોરી થયા બાદ આ બેંકો સાથે જોડાયેલા ગ્રાહકોમાં ઘણા પ્રકારના પ્રશ્નો ઉઠે છે. એમાંથી મોટો પ્રશ્ન એ છે કે તે આવા જોખમમાંથી પોતાના ખાતાને કેવી રીતે
બચાવી શકે છે. બીજો પ્રશ્ન એમ થાય કે કોઇ આવી રીતનો ડેટા કેવી રીતે ચોરી કરી શકે છે. ત્રીજો પ્રશ્ન ખાતામાથી રૂપિયા નિકળી જાય તો તમે શું કરશો. એવામાં જાણો કે તમારે શું કરવું જોઇએ.

ભારતીય રિઝર્વ બેંકનું કહેવું છે કે સુરક્ષામાં ભંગના કારણે ગ્રાહકોને થયેલા કોઇ પણ નુકસાન માટે બેંક જ જવાબદાર છે. આરબીઆઇના ડ્રાફ્ટ અનુસાર ખાતા ધારકો દ્વારા દગો મળ્યાની સૂચના આપવા પર બેંકોએ 10 દિવસની અંદર
ગ્રાહકના ખાતામાંથી ગૂમ થયેલા પૈસા પાછા આપવા પડશે. એના માટે ગ્રાહકે ત્રણ દિવસની અંદર જ અમની સાથે ચિટીંગ થઇ હોવાની સૂચના આપવી પડશે અને ખાતાધારકે એવું પણ બતાવવું પડશે કે તેમની તરફથી કોઇ પણ પ્રકારની લેવડદેવડ કરવામાં આવી નથી અને જાણકારી વગર ખોટી રીતે પૈસા ગૂમ થયા છે.

આરબીઆઇનો નિર્દેશ છે કે બેંક આ સુનિશ્વિત કરે કે ગ્રાહકની ફરિયાદનો ઉકેલ 90 દિવસની અંદર આવે. ક્રેડિટ કાર્ડથી પૈસા ગૂમ થયાની પરિસ્થિતિમાં બેંક એ સુનિશ્વિત કરે કે કસ્ટમરને કોઇ પણ પ્રકારનું વ્યાજ આપવું પડે નહીં. આ
તમારી જાણકારી માટે કહેવું સારું છે કે હાલમાં દેશમાં લગભગ 70 કરોડ ડેબિટ કાર્ડ છે જેમાં 19 કરોડ રૂપિયા કાર્ડ અને બીજા વીઝા કાર્ડ અને માસ્ટર કાર્ડ છે.

બીજી બાજુ નાણા સેવા વિભાગમાં વધારે સચિવ જી સી મુરૂમૂએ ગ્રાહકને શાંત કરવાનો પ્રયત્ન કરતાં કહ્યું કે કુલ ડેબિટ કાર્ડમાંથી ફક્ત 0.5 ટકા સુરક્ષામાં ભંગ થયો છે, જ્યારે 99.5 ટકા પૂરી રીતે સુરક્ષિત છે અને બેંક ગ્રાહક ચિંતા કરે
નહીં.

ડેબિટ કાર્ડની સુરક્ષા માટે નક્કી કરનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા PCIDSSએ આ ભંગનો ફોરેન્સિક તપાસનો આદેશ આપતાં આ મહિનાના અંત સુધીમાં એનું કારણ અને ભવિષ્યમાં આવો બંગ થાય તો તેના ઉપાયો કહેવા જણાવ્યું છે.

માલવેયર એક એવો પ્રોગ્રામ હોય છે, જેમાં ટ્રોજન, સસ્પાઇવેર જેવા વાયરસો બનાવવામાં આવે છે, જેના દ્વારા એટીએમ મશીન અથવા બેંકોના સર્વરમાં ઘૂસીને ડેટા ચોરી શકાય છે.

You might also like