ગાડીઓની પાછળ જોવા મળતા ગોળ-ગોળ પેચ શું હોય છે અને કેમ?

આપણે વિજ્ઞાનના સમયમાં છીએ, એમાં અવનવી ટેકનીક આવી રહી છે. આજે અમે તમને ટેકનોલોજીના એક એવા જ ઉપયોગ માટે જણાવા જઇ રહ્યા છીએ. શરૂઆતના સમયમાં જ્યારે કાર તૈયાર કરવામાં આવી હતી ત્યારે એને પાર્કિંગમાં લગાવવા માટે એની પાછળ પાછળ એક વ્યક્તિ રહેતો હતો. આ હું એ સમયની વાત કરું છું જ્યારે ગાડીઓમાં ફિટેડ બેક ગિયર આવી રહ્યા હતા. ત્યારે લુકિંગ ગ્લાસનો ઉપયોગ ધીરે ધીરે ચાલુ થયો હતો.

પરંતુ સમયની સાથે સાથે ટેકનીક બદલાઇ, વિચારવાની રીત બદલાઇ પછીથી કામને સરળ કરવા માટેનો જુગાડ આવ્યો. એનું પરિણામ છે તમારી ગાડીઓની પાછળ લાગેલા આ નાના નાના ગોળ પેચ જોવા મળે છે.

શું છે આ પેચ?
હકીકતમાં આ જે પેચ છે એ ગાડીઓને બેક કરવા દરમિયાન અથડાવાથી બચાવવા માટે લગાવવામાં આવે છે. એનાથી થાય છે એવું જ્યારે આપણે કોઇ પણ જગ્યાએ ગાડીને પાર્કિંગમાં બેક કરીને ઊભી કરી રહ્યા હોઇએ છીએ અથવા કોઇ ટ્રાફિકમાં બેક કરીને ફેરવવાની હોય છે તો આ સેન્સર ગાડીમાં બેઠેલા ડ્રાઇવરને જણાવે છે કે પાછળ હજુ કેટલી જગ્યા બાકી છે અથવા ગાડીમાં પાછળ કઇ અથડાઇ રહ્યું તો નથી ને.

આ ટેકનોલોજીને આજકાલ થોડી અપગ્રેડ કરવામાં આવી છે. હવે આ સેન્સર્સની સાથે આ પેચની વચ્ચે એક કેમેરો ફણ ફીટ કરવામાં આવે છે. જેનાથી હવે તમને સેન્સરની સાથે સાથે પાછળ જોવા માટેની સુવિધા પણ મળે છે. આજકાલ બજારમાં આવતી લગભગ દરેક કારમાં suv અને સેડાન કારમાં આ સુવિધા આપવામાં આવે છે.

home

You might also like