ડિજિટલ પેમેન્ટ સેક્ટરમાં પણ હવે Whatsapp!

લોકપ્રિય મેસેજિંગ એપ Whatsappના કો- ફાઉન્ડર બ્રાયન એક્ટને શુક્રવારે સૂચના અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદની મુલાકાત લીધી હતી. આ બેઠક દરમ્યાન એ બાબત પર વિચાર વિમર્શ થયું કે કેવી રીતે કંપની દેશમાં ડિજિટલ કોમર્સ ક્ષેત્રમાં યોગદાન આપી શકે છે. એક્ટન Whatsappની આઠમી વર્ષગાઠ પર દિલ્હીમાં હાજર હતા. આજે Whatsapp પર દુનિયામાં દર મહિને 1.2 બિલિયન યૂઝર્સ એક્ટિવ રહે છે. જેમાં 200 મિલિયન યૂઝર્સ માત્ર ભારતમાં જ છે. એટલે કે ભારત Whatsapp માટે દુનિયાનું સૌથી મોટું બજાર છે.

ભારતને મહત્વ આપવા સાથે એક્ટને કહ્યું કે Whatsapp ભારજમાં ડિજિટલ કોમર્સની ભવિષ્યની યોજના પર યોગદાન આપવા માંગે છે. તેમણે કહ્યું કે ભારત હંમેશા અમારા માટે મહત્વનો દેશ રહ્યો છે. 20 કરોડ લોકો પોતાના મિત્રો, પરિવાર અને સમુદાય સાથે Whatsapp દ્વારા જોડાયેલા છે. Whatsappનું પ્રત્યેક ફીચર સુગમ, વિશ્વાસનીય અને સુરક્ષીત છે.  જે ડિજિટલ ઇન્ડિયા પહેલની વિચારસરણી અનુરૂપ છે. એક્ટને કહ્યું કે ભારતમાં તેમનું સતત રોકાણ વધતું રહે થશે. આ પહેલાં આજ સપ્તાહે માઇક્રોસોફ્ટના સત્યા નાડેલા પણ પ્રધાનમંત્રી મોદી અને પ્રસાદને મળ્યા હતા. આ મુલાકાત ગ્રામીણ સ્વાસ્થ્ય અને શિક્ષામાં સુધારો લાવવા માટે કંપનીને ડિજિટલ યોગદાન પર ચર્ચા કરવામાં આવી હતી.

http://sambhaavnews.com/

You might also like