વેસ્ટર્ન રેલવેનું નવું ટાઈમ ટેબલ ૧ અોક્ટોબરથી અમલી થશે

અમદાવાદ: ૧લી ઓક્ટોબરથી વેસ્ટર્ન રેલવેની ટ્રેનનું નવું ટાઈમ ટેબલ અમલી થઈ જશે. જેમાં ૪૦ ટ્રેનની સ્પીડ ૧લી ઓક્ટોબરથી વધશે. જેને કારણે આ ૪૦ ટ્રેન ૧લી તારીખથી તેના નિર્ધારિત સ્થળે ૪૫થી ૬૫ મિનિટ સમય કરતાં વહેલી પહોંચી જશે. જે ટ્રેનની સ્પીડ વધારવામાં આવશે તેમાં ૩૭ એક્સપ્રેસ ટ્રેન અને ૩ લોકલ ટ્રેનનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર મેલ ૫૦ મિનિટ મોડો ઉપડશે. સૌરાષ્ટ્ર જનતા ૧૩ મિનિટ મોડી ઉપડશે. ૩.૨૦ના બદલે ૩.૩૩ ઉપડશે અને ૪૨ મિનિટ વહેલી પરત આવશે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રાત્રે ૧૪ મિનિટ વહેલી ઉપડશે. જ્યારે અમદાવાદ-વેરાવળ એકસપ્રેસ દોઢ કલાક મોડી ઉપડશે. ઓખા-ગોરખપુર રાજકોટથી સવા બે કલાક મોડી ૧૧.૫૫ના બદલે રાત્રે ૨.૧૦ ઉપડશે. સુરત-જામનગર-સુરત-હાપા ઈન્ટરસિટી ૨૦ મિનિટ વહેલી આવશે. સિકંદરાબાદ એક્સપ્રેસ રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ, પોરબંદર-સિકંદરાબાદ ઓખા-તુતિકોરિન ટ્રેન તેના નિયત સમય ૫.૧૦ના બદલે ૫.૨૫ ૧૫ મિનિટ મોડી ઉપડશે. જ્યારે ઓખા-સોમનાથ ટ્રેન ૩૧મિનિટ મોડી ઉપડશે. તે ૨.૫૭ના બદલે ૧.૨૦ વાગે ઉપડશે. જામનગર-કટરા, હાપા-કટરા રાજકોટથી ૬.૫૦ વાગ્યે ‍ઉપડશે. ભાવનગર-બાંદ્રા સહિતની ૩ ટ્રેન અને રાજકોટની પાંચ ટ્રેનની ગતિ વધશે. જે સુપરફાસ્ટ બનશે.

You might also like