મોદી સરકારના નિર્ણય વિરુદ્ધ વેસ્ટર્ન રેલ્વેનો મોટો નિર્ણય

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત બાદ કેટલીક સુવિધાઓ વિરુદ્ધ જતાં વેસ્ટર્ન રેલ્વેએ ટિકિટ બુકિંગને લઇને નવો આદેશ બહાર પાડ્યો છે. રેલ્વેએ ત્રણેય પ્રકારની એસી વેટિંગ ટિકીટના બુકિંગ પર રોક લગાવી દીધી છે. વેસ્ટર્ન રેલ્વેનું કહેવું છે કે 50 હજાર રૂપિયાથી વધારે ટિકિટ બુક કરાવવા પર પાન કાર્ડ દેખાડવું જરૂરી હશે અને આ આદેશ 11 નવેમ્બર સુધી લાગૂ રહેશે.

જાણવા મળી રહ્યું છે કે વેસ્ટર્ન રેલ્વેએ આવો નિર્ણય એટલા માટે લીધો કારણ કે નોટ બેન કરવાની જાહેરાત પછી ટિકિટ કાઉન્ટર પર લોકોની ભીડ જામી ગઇ હતી. ખાસ કરીને ટ્રાવેલ એજન્ટ મોદી સરકાર તરફથી રેલ્વે કાઉન્ટર પર
જૂની નોટ લેવાશે એવી છૂટનો ફાયદો ઉઠાવવાનો ભરપૂર પ્રયત્ન કરી રહ્યા હતાં.

તેમનો પ્રયત્ન હતો કે એ 500 1000ની નોટથી લાંબા અંતરની ટ્રેનોમાં એસીનું વેટિંગ ટિકિટ બુક કરાવી લેશે અને પછીથી તેને કેન્સલ કરાવીને નવી નોટ મેળવી લેશે. ટિકિટ બુકિંગમાં દલાલોની રમતને સમજીને વેસ્ટર્ન રેલ્વે તરંત
વેટિંગ ટિકિટ પર રોક લગાવી દીધી છે. રેલ્વે આવો નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે સરકાર તરફથી આપવામાં આવેલી સુવિધા દ્વારા લોકો બ્લેકમનીને વ્હાઇટ કરવામાં લાગ્યા હતાં.

You might also like