પશ્ચિમ વિસ્તારનું સૌ પ્રથમ મલ્ટિલેવલ પાર્કિંગ ૧ મેના રોજ થશે શરૂ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નવરંગપુરા વોર્ડમાં નવરંગપુરા બસ સ્ટેન્ડની પાછળ રૂ.પ૧ કરોડના ખર્ચે સીજી રોડ આસપાસની ટ્રાફિક સમસ્યાને હળવી કરવાના આશયથી મ‌િલ્ટલેવલ ટુવ્હીલર-કાર પાર્કિંગ કોમ્પ્લેક્સ તૈયાર કરાયું છે. પશ્ચિમ વિસ્તારમાં કોર્પોરેશનનું અા પ્રકારનું પહેલું મલ્ટિલેવલ પાર્કિંગ છે. આ કોમ્પ્લેક્સનો કોમર્શિયલ હેતુથી પણ ઉપયોગ થવાનો હોઇ તેનાથી તંત્રને અંદા‌િજત રૂ.૬પ કરોડની આવક થશે.

તાજેતરનાં વર્ષોમાં કાંકરિયામાં મ‌િલ્ટલેવલ ટુવ્હીલર-કાર પાર્કિંગ કોમ્પ્લેક્સના નિર્માણ બાદ સત્તાધીશોએ નવરંગપુરા ખાતે મ‌િલ્ટલેવલ ટુવ્હીલર-કાર પાર્કિંગ કોમ્પ્લેક્સ બનાવ્યું છે. આ કોમ્પ્લેક્સમાં બે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ચાર માળ છે. કુલ ૩૦,૪૪૪ ચો.મીટરનો બિલ્ટઅપ એરિયા ધરાવતા કોમ્પ્લેક્સમાં કુલ ૩૬૧ કાર અને ૭૦૦ ટુવ્હીલરનું પાર્કિંગ થઇ શકશે.

મ‌િલ્ટલેવલ પાર્કિંગ કોમ્પ્લેક્સમાં પ્રવેશ માટે અને બહાર નીકળવાના બે અલગ રેમ્પ છે. કોમ્પ્લેક્સમાં ત્રણ લિફટ તેમજ અત્યાધુનિક સ્મોક ડિટેકશન અને ફાયર ફાઇ‌િટંગ સિસ્ટમ બેસાડાઇ છે. કોમ્પ્લેક્સના કોમન એરિયા ઉપરાંત તમામ માળને સીસીટીવી કેમેરા તેમજ કંટ્રોલરૂમની સજ્જ કરાયા છે. એલઇડી લાઇ‌િટંગથી પણ કોમ્પ્લેક્સ શોભી ઊઠ્યું છે. કન્વેન્શલ પ્રકારના મ‌િલ્ટલેવલ પાર્કિંગ કોમ્પ્લેક્સમાં કોમર્શિયલ હેતુથી ૬ર દુકાનનું પણ નિર્માણ કરાયું છે. આગામી તા.૧ મેના ગુજરાત સ્થાપનાદિને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે શહેરમાં નવરંગપુરા મ‌િલ્ટલેવલ પાર્કિંગ સહિત કુલ રૂ.પ૦૯.૯૪ કરોડના ખર્ચે આકાર પામેલા કુલ નવ પ્રોજેકટનું લોકાર્પણ કરાશે. જોકે પાર્કિંગ માટે વાહન દીઠ કેટલો ચાર્જ વસૂલવો તે હવે પછી નક્કી કરાશે.

૩૬૧ કાર અને ૭૦૦ ટુવ્હીલરના પાર્કિંગની સુવિધા

 
માળ પાર્કિંગ સુવિધા કોમર્શિયલ એરિયા
ટુવ્હીલર ફોરવ્હીલર દુકાનની (કાર્પેટ એરિયા
સંખ્યા (સ્કે.મીટર)
બેઝમેન્ટ-બે ૭પ ૯૧
બેઝમેન્ટ-એક ર૩પ ૮૯
ગ્રાઉન્ડ ફલોર ર૯૩ પ૧ ૧૦ ૧૩૧ર.૪૧
પહેલો માળ ૯૭ ૪૧ ૧૩૦૭.૪૩
બીજો માળ ૮૯
ત્રીજો માળ રર ૪૦૭ર.પ૮
ચોથો માળ રર ૪૦૭ર.પ૮
કુલ ૭૦૦ ૩૬૧ ૬ર ૧૦૭૬પ

 

You might also like