વેસ્ટ વર્જીનિયામાં સેન્ડર્સ સામે હાર્યા હિલેરી ક્લિન્ટન

728_90

વેસ્ટ વર્જીનિયાઃ બની સેન્ડર્સે વેસ્ટ વર્જીનિયાની પ્રાથમિક ચૂંટણીમાં મંગળવારે જીત પ્રાપ્ત કરી છે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટન ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે છે, પરંતુ તે પાર્ટી તરફથી ઓપચારિક ઉમેદવારી બનાવી શક્યા નથી. ત્યારે સેન્ડરની આ જીત હિલેરી ક્લિન્ટન માટે કોઇ પણ રીતે યોગ્ય નથી. બીજી બાજુ રિપલ્બિક પાર્ટીના સંભવિત ઉમેદવાદ ડોનાલ્ડ ટ્રંપ સતત વિજય રથ સાથે આગળ વધી રહ્યાં છે.

કિન્ટનની આ હારને કારણે સામાન્ય ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રંપને પડકાર આપવાની ક્ષમતા પર એક રીતે શંકા ઉભી કરી છે. વેસ્ટ વર્જીનિયા એક ઔધ્યોગિક શહેર છે અને અહીં ક્લિન્ટનની હારનો મતલમ તેમની નીતિઓ પ્રત્યે લોકોની નારાજગી સ્પષ્ટ પણે જોવા મળી રહી છે. સેન્ડર્સની જીતને કારણે ક્લિન્ટનના નોમિનેશન માર્ચને ઠેસ પહોંચી શકે છે. જો કે આઠ નવેમ્બરે યોજાનારા રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે સેન્ડર્સ કરતા હિલેરી ઘણા આગળ છે.

જો કે ડોનાલ્ડ ટ્રંપને ટક્કર આપવા માટે હિલેરીએ ખૂબ જ મહેનત કરવી પડશે. જે રાજ્યોમાં ઇન્ડસ્ટ્રીની પરિસ્થિતિ ખરાબ થઇ રહી છે. લોકોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. ત્યાં ક્લિન્ટનની આ હારથી યોગ્ય સંદેશ નહીં પહોંચે. આવા જ રાજ્યો ઓહાયો અને પેસોવેનિયા પણ મહત્વના રહેશે. 69 વર્ષના ટ્રંપે વેસ્ટ વર્જીનિયા અને નર્બાસ્કામાં પ્રાથમિક જીત પ્રાપ્ત કરી છે. રિપબ્લિક પાર્ટીના સંભવિત ઉમેદવાર ટ્રંપ ગુરૂવારે યુએસ કોંગ્રેસ પાર્ટીના નેતાઓને મળશે. આ મુલાકાતમાં તેઓ યુએસ હાઉસ રિપ્રેઝેન્ટેટિવ સ્પીકર પોલ રેયાનને પણ મળશે.

You might also like
728_90