વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસમાં મિસ્બાહ પાકિસ્તાન ટીમનું નેતૃત્વ કરશે

કરાચી:  આગામી મહિને વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસમાં મિસ્બાહ-ઉલ-હક પાકિસ્તાન ટીમનું સુકાનીપદ સંભાળશે. જેના પગલે હવે કેપ્ટન તરીકે તેના ભાવિ અંગે વહેતી થયેલી અટકળો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. પીસીબીએ જાહેરાત કરી હતી કે ૪ર વર્ષીય મિસ્બાહ રર એપ્રિલથી શરૂ થઇ રહેલી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં પાકિસ્તાન ટીમનું નેતૃત્વ કરશે.

ટેસ્ટ સિરીઝ બાદ ચાર ટી-ર૦ અને ત્રણ વન ડે મેચની સિરીઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પીસીબીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે મિસ્બાહે બોર્ડ અધ્યક્ષ શહરયારખાનને આ ક્રિકેટ પ્રવાસ માટે પોતે ઉપલબ્ધ હોવાનું જણાવી દીધું છે. પીસીબીના નિવેદન અનુસાર અધ્યક્ષે વેસ્ટ ઇન્ડીઝમાં આગામી ટેસ્ટ સિરિઝ માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે તેની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત સરફરાઝખાનને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
http://sambhaavnews.com/

You might also like