મેલબોર્ન ટેસ્ટ: વિન્ડીઝ સામે ઓસ્ટ્રેલિયાની પકડ મજબુત

મેલબોર્ન : બોક્સિંગ ડેના દિવસે શરૂ થયેલી ઓસ્ટ્રેલિયા-વેસ્ટઇન્ડીઝ વચ્ચેની બીજી ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયા મજબુત સ્થિતિમાં પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા બીજા દિવસે ત્રણ વિકેટે 551 રન પર ઇનિંગ્સ ડીકલેર કરી હતી. જેના જવાબમાં બીજા દિવસની રમતના અંતે વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ ઇનિંગ્સમાં 91 રનમાં છ વિકેટ ગુમાવી દીધી છે. વિન્ડીઝ હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 460 રન પાછળ છે. રમતના અંતે બ્રાવો 13 અન બ્રેથવેટ ત્રણ રન પર રમતમાં હતા. ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ જીતી શ્રેણીમાં પહેલાથી જ 1-0થી આગળ છે. ઓસ્ટ્રેલિયા તરફથી પ્રારંભિક ચાર બેટ્સમેનોની સદીની મદદથી એક વિશાળ સ્કોર કરી વેસ્ટ ઇન્ડિઝ પર પોતાની પક્કડ મજબુત કરી દીધી હતી.  ઓસ્ટ્રેલિયા તરફથી સિડલ, લિયોન અને પેટિન્સને બે-બે વિકેટ ઝડપી હતી.

You might also like